www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બાબરાના તાઈવદરમાં જુગાર રમતા 7 ઝડપાયા


બાબરા, સાવરકુંડલામાં મારામારીના બે બનાવોમાં બેને ઈજા

સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ) અમરેલી,તા.25
બાબરા તાલુકાના તાઇવદર ગામે રહેતા ભનાભાઇ બચુભાઇ મજલાણી, ચંદુભાઇ કુરજીભાઇ ગોલાણી, ભગુભાઇ હકુભાઇ શાક, મહીપતભાઇ તખુભાઇ બસીયા, રાહુલભાઇ ભનાભાઇ ગોલાણી, નિલેષભાઇ બાઘાભાઇ ડાંગર તથા સોમાભાઇ બાવકાભાઇ સોસાસહિત સાતેય ઇસમો તા. ર3 ના બપોરના 3 વાગ્યાના સમયે તાઈવદર ગામે ગામેજાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રોકડા રૂપિયા 11,ર30 તથાજુગાર લગત મુદ્ામાલ સાથે ઝડપાય જતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
 

પાઈપ વડે હુમલો
બાબરા તાલુકાના ચરખા ગામે રહેતા સંજયભાઈઅરજણભાઈ ઉગરેજીયા નામનાં 3પ વર્ષિય યુવક તા. ર3 ના 1ર વાગ્યે પોતાના ઘરેથી ચરખા બસ સ્ટેશન બેસવા જતા હોય. ત્યારે તે જ ગામે રહેતા આરોપી ભુપતભાઈ ચંદુભાઈ ઉગરેજીયાએ યુવકને બોલાવી કંઈક નશો ચડે તેવું લાવી આપવાનું કહી માથાકૂટ કરી ગાળો આપતા યુવકે ગાળો આપવાની ના પાડતા આરોપીએ યુવકના વાળ પકડી માથું ખેંચી કેરી વાહન સાથે ભટકાવી મુંઢ ઈજા કરી દરમ્યાન બીજો આરોપી સુરેશભાઈ એભલભાઈ ઉગરેજીયા આવી જતા તેણે પણ યુવકને ગાળો આપી કેરી વાહનમાંથી લોખંડનો પાઇપ કાઢી યુવકને માથામાં ત્રણેક ઘા મારી જીવલેણ હુમલો કરી માથામાં ગંભીર ઇજા કર્યાની બાબરા પોલીસમાં આઇ.પી.સી. કલમ-307, 3ર3, પ04, 114 તથા જી.પી. એકટ કલમ-13પ મુજબ ફરિયાદ નોંધાઈ છે.
 

સાવરકુંડલાનાં ગોરકડા ગામનાં યુવક ઉપર લોખંડ
સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામે આહિર સમાજની વાડી પાસે રહેતા જયંતીભાઇ ઉર્ફે ટીટલો કાળાભાઇ કાતરીયા નામનાં 30 વર્ષિય યુવક છેલ્લા એક માસથી તે જ ગામે રહેતા આરોપી ઉદયભાઇ વીરાભાઇ ચાંદુ સાથે ટ્રેકટરના ફેરાનું કામ કરતા હોય અને યુવકને આરોપી પાસે ટ્રેકટરના ફેરાના પૈસા લેવાના બાકી હોય. જે બાબતે આરોપીએ તે બાબતનું મનદુ:ખ રાખી યુવક તા. રર  ના 8 વાગ્યે પોતાનું મોટર સાયકલ લઇ ગોરડકાથી મેરીયાણા તરફ જતા હોઇ ત્યારે રસ્તામાં આરોપી ફોરવ્હીલ કારમાં ડ્રાઇવરની બાજુની સીટમાં બેસી આવી યુવકને ચાલુ ફોરવ્હીલ ગાડીએ આવી માથામા લોખંડનો પાઇપ મારી મહાવ્યથા તથા ઘુંટણના ભાગે છોલાણની ઇજા પહોંચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. 

Print