www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પાટડીના પાનવા ગામે મિત્રો સાથે તળાવમાં નહાવા પડેલો 16 વર્ષનો કિશોર પાણીમાં ડૂબ્યો


24 કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળી આવતા પાટડી ખાતે પીએમ માટે મોકલાયો

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.1
સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા તાલુકાના પાનવા ગામે  મીત પ્રહલાદભાઈ પાનવેચા નામનો વિદ્યાર્થી કે જેણે ગયા વર્ષે ધો.10ની પરીક્ષા આપી હતી. એક વિષયમાં નાપાસ થતા ઘેર બેઠા પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એવો આશાસ્પદ કિશોર ગઈકાલે શનિવાર હોઈ ગામથી આશરે 2-3 કી.મી. દૂર હનુમાનજીનું મંદિર આવેલુ છે, જ્યાં લોકો દર્શનાર્થે જતાં હોય છે. એવા ક્રમમાં આ કિશોર પણ હનુમાનજીના મંદિરે દર્શન કરી મિત્રો સાથે બાજુમાં આવેલા સીમ તળાવમાં ન્હાવા માટે પડ્યો હતો. જેને તરતા ના આવડતું હોઈ, આ કિશોર ડૂબી ગયો હતો. અને સાથે રહેલા મિત્રો ગભરાઈને ગામ તરફ ગયા હતા.

જે અંગે ગામ લોકોને જાણ થતાં ગામ લોકો ટોળે વળી બચાવ કામગીરીમાં લાગ્યા હતા. પરંતુ સફળતા ન મળતા અંતે લગભગ રાત્રે 8.30 પછી ધારાસભ્ય પી.કે.પરમાર તેમજ મામલતદાર કચેરી , પાટડી ખાતે જાણ કરવામાં આવતા અને તંત્ર સક્રિય થયુ હતું. અને તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટની સૂચનાથી પાટડી પ્રાંત કલેકટર જયંતસિંહ રાઠોડની આગેવાનીમાં તેમજ દસાડા ધારાસભ્ય પી.કે.પરમારના સંકલન થકી સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને વિરમગામની ફાયરબ્રિગેડની ટીમ રવાના કરવામાં આવી હતી.

જે તાબડતોબ પહોંચતા રાત્રીથી શરૂ કરી સવારના 6.30 વાગ્યા સુધી અથાગ પ્રયત્નો કરવા છતાં કિશોરનું બોડી રિકવર ના થઈ શકતા, કલેકટરને અપડેટ આપતા એમની સૂચનાથી અમદાવાદની ટીમ બોલાવવામાં આવી હતી. જે આજ તારીખ 30 જૂન રવિવારના સવારે 10 વાગે ઘટનાસ્થળે પહોંચી હતી. અમદાવાદ ફાયરબ્રિગેડ ટીમના અથાગ પ્રયત્નો થકી મીતનો મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસ તેમજ નાયબ મામલતદારની ઉપસ્થિતિમાં પ્રથમ દસાડા સરકારી દવાખાને તેમજ ત્યારબાદ પાટડી ખાતે પીએમ માટે મોકલવામાં આવેલ છે.

 

Print