www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગજબ છે હો..! અમદાવાદમાં ભાજપના કાર્યકરની જન્મદિવસની ઉજવણી ડીસીપી ઓફિસમાં કરાઈ


લોકસાહિત્યકાર યોગેશ ગઢવી, ડીસીપી કાનન દેસાઈ સહિતના અધિકારીઓ પણ જોડાયા : ઝોન 6 ની ઓફિસમાં હિમાંશુ ચૌહાણની બર્થડે કેક કાપી ઉજવણી થઈ

સાંજ સમાચાર

અમદાવાદ : પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકરના બર્થડે ઉજવણી થાય તેવું સંભાળ્યું છે ? હા, અમદાવાદમાં જ આ કિસ્સો બન્યો. અમદાવાદની દરિયાપુર વિસ્તારમાં આવેલ ઝોન 6 ની ડી.સી.પી.ની ઓફિસમાં આજે ભાજપના કાર્યકર હિમાંશુ ચૌહાણની બર્થ-ડે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.

4 પોલીસ ઇન્સ્પેકટર, ડીસીપી કાનન દેસાઈ, એસીપી સહિતના અધિકારીઓએ બર્થડે સોંગ ગાયું. આ ઉજવણીનો વીડિયો જાણીતા પત્રકાર દીપક રાજાણી દ્વારા ટ્વીટર પર પોસ્ટ કરાયો હતો અને ત્યારબાદ ભારે વાયરલ થતા ચર્ચા જાગી હતી.

Print