www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એક તક પોલીસને સૂત્ર અંતર્ગત વ્યાજખોરી નાબુદી સંદર્ભે ધ્રાંગધ્રા સોની સમાજની વાડી ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો


સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.1
ધ્રાંગધ્રા પોલીસ અધિક્ષક જે ડી પુરોહિતની અધ્યક્ષતામાં એક તક પોલીસ ને સૂત્ર અંતર્ગત ધ્રાંગધ્રા સોની સમાજની વાડી ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાઁ ધ્રાંગધ્રા નાયબ અધિક્ષક ડિવિઝન હેઠળના પીઆઇ તથા પીએસઆઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.વ્યાજખોરો સામે લાલઘુમ વલણ સાથે આગામી દિવસોમાં પોલીસ વ્યાજખોરી નાબુદી અભિયાન કાર્યક્રમમાઁ એકલ દોકલ અરજદાર સિવાય વ્યાજખોરો સામે કોઈ ખુલીને સામે નહોતું આવ્યું અને આવેલ ફરિયાદમાં પોલીસ તત્કાલ ફૂલ એક્શન મોડમાં જોવા મળી હતી.

ત્યારે અરજદારોને ડીવાયએસપી જેડી પુરોહિત વ્યક્તિગત મળીને પણ એમની ફરિયાદ સાંભળવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાઓથી દસાડા ઝિંઝુવાડા, પાટડી અને ધ્રાંગધ્રા ના અરજદારો માટે ધ્રાંગધ્રા પોલીસ અધિક્ષક જે ડી પુરોહિતની અધ્યક્ષતામાં એક તક પોલીસ ને સૂત્ર અંતર્ગત લોક દરબાર યોજવામાં આવ્યો હતો.

ધ્રાંગધ્રા ડિવિઝનમાં આવતા ઝિંઝુવાડા પાટડી દસાડા માલવણ ધાંગધ્રા માં વ્યાજખોરાનાં ત્રાસ સામે લોકો સામે ચાલીને પોલીસ ની મદદ લે તેમજ શહેરમાં ટ્રાફિક નિયઁત્રણ, ધૂમ સ્ટાઇલ બાઈકગિરી કરતા રોમિયો, દીકરીઓની છેડછાડ, ગરકાયદેસર દબાણ જેવી અન્ય બાબતો સામે પણ પોલીસ કડક હાથે કામ લેશે તેમ ડીવાયએસપી જે ડી પુરોહિત દ્વારા જણાવવામાં આવ્યું હતું આ સાથે લોકદરબાર માઁ માઈક્રો ફાઇનાન્સ બેન્ક, ફાઇનાન્સ બેન્ક અને પ્રાઇવેટ નેશનલ બેંકોનાં પ્રતિનિધિઓ ખાસ મહેમાન બનીને આવ્યા હતાં ત્યારે પોલીસ દ્રારા લોકોને લોન મળવી સરળ બને એ દિશામાં અરજદારો અને બેંકો વચ્ચે સમન્વય કેળવ્યો હતો.

જો કે વ્યાજખોરી નાબુદી અભિયાન કાર્યક્રમમાઁ એકલ દોકલ અરજદાર સિવાય વ્યાજખોરો સામે કોઈ ખુલીને સામે નહોતું આવ્યું અને આવેલ ફરિયાદમાં પોલીસ તત્કાલ ફૂલ એક્શન મોડમાં જોવા મળી હતી આ તકે પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત ના ડીવીજન માં આવતા તમામ પોલીસ સ્ટેશનનાં પોલીસ અધિકારીઓ જેમાં ધ્રાંગધ્રા સીટી અને તાલુકા પીઆઇ તેમજ ધ્રાંગધ્રા, માલવણ,પાટડી, દસાડા ઝિંઝુવાડા, નાં પીએસઆઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આવેલ અરજદારોને પોલીસ વ્યક્તિગત મળીને પણ એમની ફરિયાદ સાંભળવામાં આવી હતી

Print