www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભા બેઠક કોંગ્રેસને જીતવાની તક


‘આપ’ સાથે ગઠબંધન અને ક્ષત્રિય સમાજની નારી અસ્મિતાના મુદ્દે લડાઈનું જ પરિણામ ગણાશે

સાંજ સમાચાર

 (ફારૂક ચૌહાણ)વઢવાણ તા.25
 સનાતન ધર્મ-રાજાશાહી-માનવતા અને જનરક્ષાની બાબતે ક્ષત્રિય સમાજ આગવી ઓળખ ઉભી કરી સંકલન એકતાના દર્શન કરાવ્યાનું પુરવાર થયું.  15મી ઓગષ્ટ 2024 પછી જીલ્લા પંચાયતના 34 ઉમેદવારોની પસંદગી સીલેકશન કરવાનું એડવાન્સ કામ શરૂ થયું. પીઢ અનુભવી પંચાયતરાજના જાણકારો યુવા વર્ગ તજજ્ઞને તક આપવામાં આવશે.

હાલમાં તાલુકા પંચાયતો- જીલ્લા પંચાયત નિષ્ફળ વહીવટ અને આવડત વિનાના આડેધડ કામ કરવા વાળાને દુર કરી તજજ્ઞો અનુભવી અને મહિલા યુવાનોને જ તક અપાશે.

એસસી- ઓબીસી વર્ગનો સંપૂર્ણ સહકાર અને વિસ્તારમાંથી જ પસંદગી કરવા કરાવવાનું કામ કરાશે. પ્રજાલક્ષી ઉમેદવારોને તક તુંડ મિજાજ સ્વભાવ વાળાને ખુલ્લો જાકારો દેવાશે. પ્રજા હિતમાં નિર્ણય કરાવાશે આ માપ દંડ મુજબ હવેનું રાજકારણ રમાશે.

સત્તાધારીઓ અને સંગઠન આગેવાનો વચ્ચે સારા સબંધો અને સંગઠન વાળા સલાહ આપી કામો કરવા ભલામણ કરશે પણ સતાધારીનું માન સન્માન જાળવશે આવો વ્યવહાર કરશે. હવે જો અને તો નહીં સચોટ આધારો સાથે પરિણામ? સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર થશે કોનો કબજો?

સાત વિધાનસભાઓના મત વિસ્તારમાં સાતે સાત વિધાનસભાના ધારાસભ્યો કેટલા મજબૂત અને કેટલા હોટ ફેવરીટ? સ્પષ્ટ ચિત્ર જોવા મળશે માટે આ અંગે ચોખ્ખુ અને ચટ ગણિત ઉપસી આવતા જીત થવાના એંધાણ મળ્યા છે!

હળવદ-ધ્રાંગધ્રા મોટી લીડ નિકળવાની આશા ઠગારી નિવડે. દસાડા-લખતર 15થી 20 હજાર મતોની લીડ કોંગ્રેસને મળે, લીંબડી-ચુડા- સાયલા કોંગ્રેસનો હાથ મજબૂત 20 હજાર મતો કરતા વધારે કોંગ્રેસને.

વઢવાણ બેઠક શહેરી વિસ્તાર 20 હજાર કરતા વધારે મતોની લીડ ભાજપાને ગામડાઓમાં. ચોટીલા-મુળી સાયલા, થાનમાં કોંગ્રેસ તરફી મતદાન 20થી 27 હજારની કોંગ્રેસને લીડ, વિરમગામ માંડલ દેયોજમાં 7 હજાર મતોની લીડ ભાજપને મળે તથા ધંધુકા બેઠક કસોકસ રહે.  

 

Print