www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વાદળોનુ ઝુંડ ગુજરાત ભણી: ચાલુ સપ્તાહમાં ભારે વરસાદ ખાબકશે


ગુજરાત-મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશને અસર કરશે

સાંજ સમાચાર

અમદાવાદ,તા.1
ગુજરાતમાં જુન મહિનામાં પ્રમાણમાં વરસાદ હળવો જ રહ્યા બાદ હવે આવતા દિવસોમાં મેઘરાજાની ધડબડાટી થવાના સંકેત હોય તેમ વરસાદી વાદળોનુ મોટુ ઝુંડ ગુજરાત ભણી ધસી આવ્યુ છે.

ભારતના ઉતરથી વાદળો હવે નીચે ઉતરી રહ્યા છે જે પુર્વીય વાદળો સાથે એકબીજા સાથે ટકરાઈને અરબી સમુદ્રમાં વિક્ષોભથી મળીને ફરી પશ્ર્ચીમી હવાઓ સાથે મળીને ગુજરાત-મહારાષ્ટ્રના માર્ગે પહોંચ્યા છે.

જાણકારોએ કહ્યું કે અરબી સાગરમાં વાદળો મસ્કત સુધી પહોંચીને વિખરાયા બાદ સમુહરૂપે ફરી ભારત પરત ફરી રહ્યા છે તેના પરિણામે મુંબઈ-મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં ભારે વરસાદની શકયતા છે. દક્ષિણ ગુજરાતથી મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગ રૂધી તેની અસર જોવા મળી શકે છે.

વાતાવરણના આ સમીકરણને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલ્ટો આવવાની તથા મુશળધાર વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા પણ સાત દિવસ સાર્વત્રિક ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Print