www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમરેલીના પીઠવાજાળ ગામે ખાનગી ફેકટરીમાં આગ


અમરેલી ફાયરની ટીમે આગ બુઝાવી: બે વ્યકિતઓનું રેસ્કયું

સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.1
અમરેલી તાલુકાના પીઠવાજાળ ગામે આવેલ પેરેડાઇસ ઇન્ડસ્ટ્રી નામની એક ફેક્ટરીમાં અચાનક જ કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ધટના બનતા અફડાતફડી મચી જવા પામેલ હોય, આ આગની ઘટનાની ટેલીફોનીક જાણ અમરેલી ફાયર વિભાગને કરવામાં આવતાં અમરેલી ફાયર ઓફીસર એચ.સી.ગઢવી તેમજ તેમની ટીમ તાત્કાલીક ધોરણે ધટના સ્થળ પર પહોંચી હતી.

આ ધટનાના સ્થળ પર ફાયર ટીમ પહોંચતાની સાથે જ આ ફેક્ટરીમાં ફસાયેલા અને આગના કારણે ગૂંગણામણ અનુભવેલ બે વ્યકિતઓને જીવિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડાયેલ હતા. અને 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો .

 

Print