www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આજીડેમ વિસ્તારમાં કારમાં મહિલા પર દુષ્કર્મ આચરનાર જીવાપરનો મુન્નો વરૂ ઝડપાયો


પતિના મિત્રએ જ માતાજીના મંદિરે શ્રીફળ વધારવા બોલાવી કારમાં લઈ જઈ મહિલાનો દેહ ચૂંથ્યો: આજીડેમ પોલીસે આરોપીને દબોચી કાર્યવાહી કરી

સાંજ સમાચાર

રાજકોટ. તા.17

આજીડેમ વિસ્તારમાં કારમાં મહિલા પર દુષ્કર્મ આચરનાર જીવાપરના મુન્નો વરૂ નામના શખ્સને આજીડેમ પોલીસે ગણતરીની કલાકોમાં પકડી તેનું હવસનું ભૂત ઉતાર્યું હતું. બનાવ અંગે મોરબી રોડ પર રહેતાં 48 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મુન્ના ધીરૂ વરૂ (રહે. જીવાપર) નું નામ આપતાં આજીડેમ પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ઘરકામ અને તેમના પતિ ખેતી કામ કરે છે. ગઇ તા.01/06/2024 ના સાંજના ચારેક વાગ્યાની આસપાસ તેણી ઘરે હતી ત્યારે તેમના પતિના મિત્ર મુન્ના વરૂનો તેણીના પુત્રને ફોન આવેલ કે, તુ અને તારા મમ્મી બન્ને આજીડેમ ચોકડી ખાતે મેલડી માં ના મંદીરે આવો આપડે મેલડીમાંના મંદીર ખાતે શ્રીફળ વધેરવા જવાનું છે. જેથી તેણી પુત્ર સાથે હુ  આજીડેમ ચોકડીએ મેલડીમાંના મંદીરે ગયેલ હતા.

ત્યાર બાદ આરોપીએ મહિલાના પુત્રને કહેલ કે, તુ મંદીરની અંદર શ્રી ફળ વધેરી આવ જેથી તે અંદર જતાં આરોપીએ મહિલાને કહેલ કે તમારા પતિ  ખરાબ કામ કરે છે, એટલા માટે મે તમને અહીયા બોલાવ્યા છે.  તમારા ઘરમાં બધુ સારૂ થઇ જાશે, હુ કહુ તેમ તમે લોકો કરજો કહ્યું હતું. ત્યારબાદ માતા-પુત્ર ઘરે જતા રહેલ હતા. બાદમાં તા.07/06/2024 ના સવારના આરોપીનો તેણીના પુત્ર ઉપર ફોન આવેલ અને કહેલ કે, તમે આજીડેમ ચોકડી પાસે આવો મેલડીમાંના મંદીરે શ્રીફળ વધેરવાનું છે, જેથી તેઓ માતા-પુત્ર આજીડેમ ચોકડી પાસે ગયેલ ત્યા આરોપી ઉભો હતો અને તેમણે મહિલાના પુત્રને   મંદીરે જઇને શ્રી ફળ વધેરી આવ કહેતાં તે મંદિરમાં ગયો હતો.

બાદમાં આરોપીએ તેમની સફેદ કલરની ક્રેટા કારમાં બેસાડી કાર રાજકોટથી ભાવનગર જતા હાઈવે તરફ હંકારી અને તેણીનો મોબાઈલ લઇ લીધો હતો. આગળ જતા કાળીપાટ ગામ પાસે આવેલ રીંગરોડ તરફ ચાર રસ્તા ઉપર બાજુમાં આવેલ ખુલ્લી જગ્યા પાસે ગાડી ઉભી રાખી ગાડીનુ મોઢુ અંદરના તરફ રાખી જબરદસ્તીથી અડપલા કરવા લાગેલ હતો અને બાદમાં બળજબરીથી શરીર સબંધ બાંધેલ હતો અને કહેલ કે, આ વાત બહાર જવી ન જોઇએ  કહીં ધમકી આપી હતી. બાદમાં તેઓએ ઘરે જઈ પતિને વાત કરતાં ફરીયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તેની હવસનું ભૂત ઉતાર્યું હતું.

Print