www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વાંકાનેરમાં સ્વામી નારાયણ મંદિર ખાતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.17
વાંકાનેર શહેરમાં આવેલ રાજકોટ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર આવેલ છે અને તે સ્વામીના મંદિરમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર શહેરમાં આવેલ વેલનાથપરાના આરોગ્ય વિસ્તારમાં રહેતા ભીખાભાઈ ઉર્ફે હકાભાઇ સોમાભાઈ જોલપરા જાતે કોળી (58) નામના આધેડ વાંકાનેર શહેરમાં રાજકોટ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હતા.

ત્યારે ત્યાં સ્વામીના મંદિર ખાતે તેને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક ભીખાભાઈ જોલપરા ત્યાં મંદિરમાં કામગીરી કરી રહ્યા હતા દરમિયાન કોઈ કારણસર તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા તેનું મોત નીપજ્યું હતું તેવું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળેલ છે.

Print