www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગ્રીનલેન્ડ ચોકડીના સિગ્નલ પર વાહન ચાલકો માટે મંડપની વ્યવસ્થા


સાંજ સમાચાર

રાજકોટમાં ગરમીનો પારો વધતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.

છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી એટલા ત્રસ્ત થઇ ગયા છે કે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તેમાં પણ ઘરની બહાર નીકળ્યા બાદ આકરા તાપમાં ઉભું રહેવું પણ ખુબ મુશ્કેલીભર્યું રહે છે. ત્યારે આવા ધગધગતા તાપમાં રાજકોટના રસ્તાઓ પર નીકળતા રાહદારીઓ માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજકોટના અનેક ટ્રાફિક સિગ્નલ પર મંડપ બાંધવામાં આવ્યા છે.

જેથી ટ્રાફિક સીગ્નલ સમયે ઉભા રહેતા વખતે લોકો છાયડામાં ઉભી રહી શકે અને રાહત મેળવી શકે ત્યારે આજરોજ પારવડી ચોક, ગ્રીન્ડલેન્ડ ચોકડી ખાતે આવેલ ટ્રાફિક સીગ્નલ બાસે મંડપ બાંધવામાં આવ્યો છે. આ વ્યવસ્થાની લોકોએ રાહત મેળવી હતી.

 

 

Print