www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગોંડલના વાસાવડમાં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો


તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરાયા: વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

સાંજ સમાચાર

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) 
ગોંડલ તા. 29
વાસાવડ ખાતે એસ એસ અજમેરા તાલુકા શાળા આંગણવાડી માં પ્રવેશ કરતા ભૂલકાઓ અને  શ્રીમતી એસ, એસ અજમેરા હાઇસ્કૂલ, એસ.એસ અજમેરા તાલુકા શાળા અને પરા સીમ શાળા માં પ્રવેશતા બાલવાટિકા થી લઈને ધોરણ 9 અને 11  ના વિદ્યાર્થીઓને આવકાર તો કાર્યક્રમ "શાળા પ્રવેશ ઉત્સવ” ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્ય કક્ષાના અધિકારી કે. વી.મકવાણા સાહેબ ઉપ સચિવ ખેતી,ખેડૂત અને કલ્યાણ કો.ઓપ્રેટીવ વિભાગ, જિલ્લા શિક્ષણ અધિકારી. જે. એ.ગોસાઈ સાહેબ, તાલુકા કક્ષાના અધિકારી શીતલબેન કણજારીયા વાઈસ પ્રિન્સિપાલ આઈ.ટી.આઈ લાઈઝન ઓફિસર પ્રકાશભાઈ હિન્ડોચા પ્રિન્સિપાલ મોંઘી બા હાઈસ્કૂલ ગોંડલ તેમજ સી.આર.સી મહેશભાઈ સોરઠીયા કો. ઓર્ડીનેટર દેરડી કુંભાજી તેમ જ વાસાવડ ની ત્રણેય શાળાના  પ્રિન્સિપાલ, શિક્ષકો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો .

કાર્યક્રમ ની શરુઆત માં સરસ્વતીની આરાધના અને દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ વિધાર્થીની ઓ દ્વારા મહેમાનો નુ સ્વાગત, સ્વાગતગીત દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્રણેય શાળા ના દરેક ધોરણમાં ઉતીર્ણ થયેલા પહેલા,બિજા,અને ત્રીજા નંબરે ના વિદ્યાર્થીઓ ને મહાનુભાવો ના હસ્તે શિલ્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરવા આવ્યા હતા, અને કાર્યક્રમ ના અંતે પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત મહેમાનો ના હસ્તે વૃક્ષારોપણ પણ કરાવવામાં આવ્યું હતું.

Print