www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધો.12 ના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો


સાંજ સમાચાર

રાજકોટ તા.24
શહેરમાં મોચી બજાર તિલક પ્લોટમાં રહેતાં ધોરણ 12ના વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે તેઓનાં પરિવારમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

બનાવની વિગત મુજબ તનીશભાઈ મુકેશભાઈ પરમાર (ઉ.વ.18, રહે, તિલક પ્લોટ મોચી બજાર) નામનો યુવક આજે બપોરનાં એક વાગ્યાની આસપાસ પોતાનાં ઘરે હતો ત્યારે પોતેજ પોતાનાં હાથે ગળે ચુંદડી વિટી પોતાનાં જ હાથે જોરથી ચુંદડી ખેંચી ગળાફાંસો ખાઈ લેતા યુવકને તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર હેઠળ છે. યુવક 12 માં ધોરણમાં અભ્યાસ કરે છે. તેઓ બે ભાઈ અને એક બહેનમાં નાનો છે. યુવકને વિચાર વાયુની બીમારી છે. જેથી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું તેઓનાં પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

 

Print