www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીમાં નવા ફોજદારી કાયદા અંગે પોલીસ તથા લો કોલેજના વિદ્યાર્થીઓ માટે તાલીમી સેમિનાર યોજાયો


નવા ફોજદારી કાયદામાં આવનાર ફેરફાર અંગે સેક્શનવાઇઝ વિસ્તૃત સમજણ અપાઇ

સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) 
મોરબી, તા.1
મોરબીના નવયુગ ગ્રુપ ઓફ કોલેજ મોરબી-રાજકોટ હાઇવે મુકામે નવા ફોજદારી કાયદા અંગે પોલીસ અધિકારીઓ તથા નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ માટે તાલીમી સેમિનાર યોજાયો હતો.જેમા આગામી સમયમાં અમલમાં આવનારા નવા ફોજદારી કાયદા જેવા કે, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અંગે નવયુગ ગ્રુપ ઓફ કોલેજ-મોરબી મુકામે તાલીમી સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં મોરબી જિલ્લાના મુખ્ય પોલીસ વિભાગમાંથી ડીવાયએસપી પી.એ.ઝાલા તેમજ ડીવાયએસપી સમીર સારડા, પીઆઇ, પીએસઆઇ તેમજ અન્ય પોલીસ કર્મીઓ તેમજ નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પ્રસંગે તાલીમી સેમિનારના મુખ્ય સ્વપ્ન દ્રષ્ટા નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપાલ ડો.સંઘવી, ડો.જયવીર પંડયા અને ડો.પરેશ ડોબરીયાએ સાંપ્રત સમયની જરૂરીયાત અને સરકારના અભિગમથી નવા ફોજદારી કાયદામાં આવનાર ફેરફારો અંગે સેકશન વાઈઝ દરેક કાયદાની વિસ્તૃત છણાવટ સાથે સમજણ આપેલી હતી. "આત્મ નિર્ભર ભારત’ના અભિગમ મારફત થનાર ફાયદા તેમજ ન્યાયક્ષેત્રે આવનાર ડીજીટેલાઈઝેશન, ઝડપી ન્યાય અને સાર્વભૌમત્વની સુરક્ષા અંગે રસપ્રદ સમજણ આ તાલીમ સેમિનારમાં આપવામાં આવી હતી.

 

Print