www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જુનાગઢમાં કલર કામ કરતા યુવાનનું ત્રીજા માળેથી નીચે પટકાતા મોત નિપજયું


જુનાગઢના વડાલ ગામે આધેડનું હૃદય બેસી જતા મોત

સાંજ સમાચાર

જુનાગઢ તા.25
 જુનાગઢમાં ત્રીજા માળેથી નીચે પટકાતા યુવાનનું ગંભીર ઈજાથી સારવારમાં મોત થયું હતું.  જુનાગઢ રહેતા અને મકાનનું કલરકામ કરવાનો વ્યવસાય કરતા યુવાન સંજયભાઈ વલ્લભભાઈ ચોવટીયા (ઉ.37) ગોલ્ડન સીટી ધવલભાઈના મકાન પાસે મકાનના કલરનું કામ કરતા હોય ત્રીજા માળેથી નીચે પટકાતા સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતકના ભાઈ વિપુલભાઈ વલ્લભભાઈ ચોવટીયા (ઉ.38)એ બી ડીવીઝન પોલીસમાં જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આધેડનું મોત
 હાલ ભારે ગરમી અને ઉંચા તાપમાનમાં બફારામાં અનેક લોકોની હાલત બગડતી જોવા મળી રહી છે. રોજ બરોજ હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે. જુનાગઢના વડાલ ગામે રહેતા કાન્તીભાઈ બચુભાઈ પટોળીયા (ઉ.56)ને હાર્ટનો હુમલો આવતા જુનાગઢ સરકારી દવાખાને લઈ જતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા.

Print