www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીના ઘૂટું નજીક બાઈક સ્લીપ થઈને રીક્ષામાં અથડાતા ઇજા પામેલ યુવાન સારવારમાં


સાંજ સમાચાર

(જિગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 1
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઘૂટું ગામ નજીક હોટલ પાસેથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈને રીક્ષા સાથે અથડાતા યુવાનને ઇજા થઈ હતી અને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના ઊંચી માંડલ ગામે રહેતા લક્ષ્મણભાઈ બુટાભાઈ (45) નામનો યુવાન ઘૂટું બાજુ બાઇક લઈને આવી રહ્યો હતો ત્યારે ઘૂટું નજીક આવેલ પાર્થ હોટલ પાસે તેનું બાઈક સ્લીપ થઇ ગયું હતું અને રીક્ષા સાથે બાઈક અથડાયું હતું જેથી તે યુવાનને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગીમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી છે
 

બાળક સારવારમાં
સુરેન્દ્રનગરમાં આવેલ ગુર્જર વાડી પાસે પટેલવાસમાં રહેતો દક્ષ પ્રકાશભાઈ લો (11) નામનો બાળક ઘરેથી સ્કૂલે જતો હતો ત્યારે બાઈક વાળાએ તેને હડફેટે લેતા તેને ઇજા થઈ હતી જેથી બાળકને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલો ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જણા કરી હતી જેથી પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી અને આ બનાવ સુરેન્દ્રનગર પોલીસની હદમાં બનેલો હોય ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે
 

યુવાન સારવારમાં
મોરબી નજીકના રંગપર બેલા ગામ પાસે રહેતા રાકેશ કુંવરસિંહ રાવળ (27) નામના યુવાનને જેતપર રોડ ઉપર સીયારામ વિટ્રીફાઈડ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે
 

ઝેરી દવા પી જતા સારવારમાં
મોરબી તાલુકાના અદેપર ગામે શૈલેષભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા રાકેશભાઈ નામના 21 વર્ષના યુવાને મોરબીના રવાપર ગામે ઘુનડા રોડ ઉપર આવેલ વૈદેહી ફાર્મ નજીક કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી.જેથી તેને સારવાર માટે શહેરની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ કરવામાં આવ્યા બાદ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.જેથી સ્ટાફના હરેશભાઈ ચાવડાએ આ બાબતે નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરી હતી.

Print