www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોટી ખાવડીના યુવાને જામનગરના બે વ્યાજખોર સામે નોંધાવી ફરિયાદ


સાંજ સમાચાર

જામનગર તા.1: જામનગર જિલ્લામાં વધતા જતા વ્યાજખોરોના ત્રાસ વચ્ચે વધુ એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઇ છે.જેમાં જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામે રહેતા અને નોકરી કરતા પરપ્રાંતીય યુવાન વ્યજના વમળમાં સપડાયા હતા. જે સ્થાનિક પોલીસમાં જાણ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ મામલે જાણવા મળતી વિગત અનુસાર જામનગર જિલ્લાના મોટી ખાવડી, ટાઉનશીપ સેક્ટર 20 બ્લોક નં 14-સી મોટી ખાવડી મુળ રહે. ઉતર પ્રદેશમાં રહેતા સુમીતસિંગ દીનાનાથસિંગ વ્યાજખોર નો ભોગ બન્યા હતાં. તેઓએ આરોપી કેતનભાઇ વિનુભાઇ અશ્વાર (રહે સફલ એપાર્ટમેન્ટ બેડી બંદર રોડ જામનગર મુળ રહે મોટી ખાવડી ગામ તા જી જામનગર) અને મહેન્દ્રસિંહ ઉર્ફે માઇકલ નટુભા રાઠોડ (રહે અંધજન તાલેમ કેન્દ્રની પાછળ હનુમાનચોજ શેરી નં 2 જામનગર મુળ રહે મેણેજ તા માંગરોળ) પાસેથી 2019ની સાલમાં રૂપીયા સાડા ત્રણ લાખ રૂપિયા લીધા હતા. 

બાદમાં આરોપી કેતનભાઇ વિનુભાઇ અશ્વારએ 7.5 ટકા વ્યાજ વસૂકી ધમકી આપી ઓનલાઇન તથા રોકડા રૂપીયા મળી કુલ રૂપીયા 8,42,365 રૂપિયા ઉઘરાવી લીધા હતાં જ્યારે આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે માઇકલ નટુભા રાઠોડએ બળજબરીથી 6,50,000ની રકમના ત્રણ ચેક લખાવી લીધા હતા. અને આરોપી કેતનભાઇએ યુવાનના ઘર પાસે જઈ ધમાલ મચાવી હતી.

જતા ફરીયાદીની પાસે રૂપીયા ત્રણ લાખની માંગણી કરી ફરીયાદીની પત્નીને ઉપાડી જવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ બન્ને આરોપીઓએ ફરીયાદી તથા તેના પત્નીને માનસીક ત્રાસ આપ્યાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલ પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે.

Print