www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હવે સ્પર્ધાત્મક પરીક્ષામાં માનવનો નવો હરીફ!

યુપીએસસીની પરીક્ષામાં AI એ બાજી મારી: 7 મિનિટમાં જવાબો લખી ટોપ ટેનમાં!


આઈઆઈટીયન્સની એક ટીમે બનાવેલ એઆઈ એપે દિલ્હીની હોટેલમાં જાહેરમાં પરીક્ષા આપી

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.17

આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સી એટલે કે એઆઈ માણસને અલગ અલગ કામોમાં મદદ માટે બનાવાયું છે પણ આ એઆઈ માણસેના મોટો હરીફ બની જશે તેવી લાગે છે. તાજેતરમાં યુપીએસસી પરીક્ષામાં એઆઈએ બાજી મારી હતી. તેણે માત્ર 7 મીનીટમાં 200માંથી 170 પ્રશ્ર્નોના સાચા જવાબ આપીને ટોપ ટેનમાં સ્થાન મેળવી લીધુ હતું.

ગઈકાલે સંઘ લોકો સેવા આયોગ (યુપીએસસી) દ્વારા સિવિલ સેવા પ્રારંભીક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા બે શિફટમાં લેવાઈ હતી. એઆઈ એપે કઠોર મનાતી આ પરીક્ષામાં 200માંથી 170 ગુણ મેળવ્યા હતા અને એઆઈએ માત્ર 7 મીનીટમાં પેપર સોલ કરીને ટોપ ટીમમાં સ્થાન મેળવી લીધું હતું.

આઈઆઈટીયન્સની એક ટીમ દ્વારા બનાવવામાં આવેલ આ એઆઈ એપે દિલ્હીની ધી લલિત હોટેલમાં જાહેરમાં આ પરીક્ષા આપી હતી. જેનું યુ ટયુબ પર લાઈવ પ્રસારણ પણ થયું હતું

Print