www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનુ પરિવાર સાથે મિલન કરાવતી અભયમ ટીમ


સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ દ્રારા)
 મોરબી તા.25

મોરબી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ઉપર એક એક મહિલા મળી આવેલ હોવાનો કોલ આવ્યો હતો.એક બહેનની મદદ માટે સજ્જન વ્યક્તિનો કોલ આવતાની સાથે 181 ટીમ બહેનની મદદ માટે પહોંચારતા જેમાં તે બહેન કહેતા હોય કે તેમની મગજની દવા ચાલુ છે અને ઘરનુ સરનામુ યાદ ન હોવાથી બહેનની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કર્યો હતો.બહેન એ જણાવેલ તેમના મમ્મી સામાજિક પ્રસંગ કારણોસર બહાર ગયા હોવાથી બહેનને પેપ્સી પીવાની ઈચ્છા થયેલ જેથી તે તેમના પિતાને પેપ્સી લેવા માટે દુકાન પર જાવ છુ એમ કહીને ઘરેથી પેપ્સી લેવા માટે નીકળી ગયેલા જેમાં ઘરનું સરનામુ ન મળતા દુકાન પાસે બેઠેલા હતા.

બહેનના સરનામાની જાણ થતાં 181 ટીમ બહેનના ઘરે ગયેલ ત્યાં પહોંચી બહેનના પિતા અને ભાઈઓનુ કાઉન્સિલિંગ કરેલ જેમાં તેમણે જણાવેલ તે બહેનની શોધખોળ કરતા હોય બહેનની  મગજની દવા ચાલુ હોય જેથી સરનામુ યાદ ન રહેતુ હોય જેથી ભુલા પળી જતા હોય જેમાં બહેનને તેમના પરિવારજનો સુધી પહોંછાડેલા હોવાથી પરિવારજનોએ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. 

Print