www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મહિલાની મશ્કરી કરવા મુદ્દે મહાવ્યથાના કેસમાં આરોપીનો છુટકારો


સાંજ સમાચાર

જામનગર તા.26: બૈરાઓ ની મશકરી કરવા બાબતે હથીયાર વડે મહાવ્યથા કરી ગંભીર ઈજા પહોંચાડવાના ના કેસ માં અદાલતે આરોપીઓનો નિર્દોષ છૂટકારો ફરમાવ્યો હતો.

આ કેસની ટુંકી હકિકત એવી છે કે, આ કામના ફરીયાદી સિકંદર ઈસુબભાઈ (યુસુફ) મોવર મિયાણા તા.23/04/2007 ના રોજ તેમનું સેન્ટીંગનું કામ કરતા હતા તેવામાં ચારેક વાગ્યે તેમના ભાઈ સીદીકનો ફોન આવેલ અને જણાવેલ કે, મને ચાર-પાંચ માણસો સાથે માથાકુટ થયેલ છે અને મને તથા ઈમરાનને આ માણસોએ ખુબજ માર મારેલ છે તેઓનું નામ હું જાણતો નથી. જેથી ફરીયાદી તરત જ તેમના મામા ઈસુબ સાથે પોતાના ભાઈ જયાં કામ કરતો હતો ત્યાં જતા ત્યાં સીદીક ન હોય અને તે સારવાર લેવા હોસ્પિટલે ગયેલ હોવાનું જાણવામાં આવેલ અને જેથી ફરીયાદી ત્યાં ચારેક માણસો ઉભેલ હતા તેઓને બનાવ અંગે પુછતા આ લોકો અજાણ્યા માણસો હતા અને ત્યાં એકના હાથમાં લોખોંડનો પાઈપ (ડાક) હતો અને બે જણા એમને એમ હતા.

આ લોકો ફરીયાદીને ગાળો બોલી ઝઘડો કરવા લાગેલા અને જેમાં એક ખાલી હાથે હતો તે બાજુમાં પડેલ કુહાડી લઈ ફરીયાદીના માથામાં મારેલ. જેથી ફરીયાદીને માથામાંથી ખુબજ લોહી નીકળેલ અને બીજા લોખંડના ડાકવાળા માણસે પણ ફરીયાદી ને માથામાં તથા પગમાં ડાક ના ઘા મારતા ફરીયાદી પડી ગયેલ અને ફરીયાદીના મામાને પણ કુહાડી તથા ડાક વડે ખુબજ માર મારેલ, જેથી ફરીયાદી તથા તેમના મામા ઈસુબભાઈ રીક્ષામાં જી. જી. હોસ્પીટલમાં સારવાર માટે ગયેલ. જયાં તેમના ભાઈ સીદીકને પણ આ માણસોએ લોખંડના ડાક તથા કુહાડીથી ડાબા હાથની આંગળીના મોગ મારેલ અને જમણા હાથમાં પણ મારેલ અને ફેકચર કરેલ અને ઈમરાન જુસબભાઈને પણ માથામાં કુહાડી મારેલ જે પણ હોસ્પીટલમાં સારવાર માટે આવેલા હતા.

એ બાબતની ફરિયાદ જામનગર સીટી ’બી’ ડીવીઝન પોલીસ સ્ટેશને જાહેર કરવામાં આવતાં સંબંધીત પોલીસ સ્ટેશન તરફથી ફરિયાદ દાખલ કરી તે અંગની તપાસ ઈન્વેસ્ટીગેશન એફિસર ને અપાતા ઈન્વેસ્ટીગલ એફિસરએ લાગતા વળગતાં સહેદોના નિવેદનો નોંધી જરૂરી પંચનામા કરી, સારવાર પ્રમાણપત્ર મેળવી આરોપીઓ સામે પુરતો પુરાવો જણાય આવતાં ભારતીય દંડ સંહિતાની કલમ-326, 325, 324,  323, 504, 114 આરોપીઓ ની ધરપકડ કરેલ અને તે ફરીયાદના આધારે પોલીસ દ્વારા ગુન્હાની તપાસ કરી ચાર્જશીટ દાખલ કરવામાં આવેલા હતી.

સદરહુ કેસ જામનગરની અદાલતમાં ચાલવા આવતા સરકાર પક્ષ તરફે  9 સાક્ષીઓને તપાસવામાં આવેલ અને તેમ છતા પણ ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિ:શંકપણે પુરાવાર કરવામાં નિષ્ફળ ગયેલ હતા, જેથી આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ-326, 325, 324, 323, 504,114 મુજબ નાં ગુન્હો કર્યો છે તેવુ માની શકાય તેમ નથી તેવી આરોપીઓ ના વકિલ નીતલ એમ. ધ્રુવ ની તમામ દલીલો માન્ય રાખી, તેમજ અલગ-અલગ હાઈકોર્ટના તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓ રજુ કરી તે તમામ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીઓ ને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આરોપીઓ નૃતેષ ઉર્ફે નિતેષ સાજણભાઈ ચાંચીયા, કરશન ઉર્ફે કરણ દેવશીભાઈ કેશવાલા તરફે  ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, ડેનીશા એન. ધ્રુવ, પુજા એમ. ધ્રુવ , ધર્મેશ વી. કનખરા,આશિષ પી. ફૂટાણીયા , ધ્વનિશ એમ. જોશી , અલ્ફાઝ એ. મુંદ્રા, અશ્વિન એ. સોનગરા રોકાયેલ હતા.

Print