www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દામનગરમાં ભયજનક ઈમારતને દૂર કરવાને બાદ માત્ર સુરક્ષિત અંતર જાળવવા સુચના


સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.25
દામનગરમાં શહેરની મઘ્યમાં આવેલ 13પ વર્ષ જુની ત્રણ સરકારી ઈમારતો જર્જરિત (ભયજનક) થઈ ગયેલ હોવાના બોર્ડ મૂકેલા છે. તો શું કોઈ વ્યકિત કે પશુઓનો ભોગ લેવાય પછી વિકાસ... વિકાસની મોટી-મોટી વાતો કરતાં લોકો દોડશે. આ ત્રણ ઈમારતો (વહીવટી કચેરી, પોલીસસ્ટેશન અને ગ્રામ પંચાયતની ઈમારત -(તો)1પ વર્ષથી વધુ સમયથી જર્જરિત થઈ ગયેલ હોય માર્ગ અને મકાન પેટા વિભાગ નંબર 2, અમરેલી હસ્તકની આ ઈમારતોમાં અંદર  બોર્ડ મૂકી દીધા છે કે ભયજનક મકાન હોવાથી સુરક્ષિત અંતર જાળવવું.

અરે ભાઈ, ભયજનક હોય તો પછી વિના વિલંબે આ ત્રણેય મકાનો જમીનદોસ્ત કરી નાખો...!! કોઈ વ્યકિત કે પશઓનો ભોગ લેવાય પછી તંત્ર દોડશે...!! આ ઈમારતોની વચ્ચે નગરપાલિકાએ, સફાઈ કામદારોએ સફાઈ કરીને એકઠો કરેલ કચરો ભેગો કરવા માટે મુકેલ કચરા પેટીને કારણે પ્રદૂષણ વધતું જાય છે. આ જગ્યાએ સવારથી સાંજ સુધીમાં સફાઈ કામદારોની ત્રણ વખત હાજરી પૂરાય છે. સફાઈ કામદારો ઉપર મોત ઝળુમ્બતુ હોય છે...!!

તે સ્થાનિક તંત્રને ખબર જ છે તો પછી આંખ આડા કાન કેમ કરે છે...!!! શું સફાઈ કામદારો પ્રત્યે હમદર્દી કેમ નહિ..!! આ જગ્યાએથી મુકેલ કચરા પેટી અન્ય સ્થળે લઈ જવાની જરૂર છે. આ ઈમારતની પાછળ નાના બાળકો ક્રિકેટ રમતા હોય છે તોશું જાનહાનિ થાય એમાં સ્થાનિક કે જિલ્લાના તંત્રને રસ છે...!! સમજીએ કે નગરપાલિકા આ બાબતે કાંઈ ન કરી શકે, પરંતુ જિલ્લામાં બેઠેલા અધિકારીઓને ઘ્યાન દોરી આ ત્રણેય મકાનો ઉતારી લેવા કાર્યવાહી કરવામાં જો મોડું થશે તો મોટી દુર્ઘટના થવાની શકયતા નકારી શકાય નહી. 

Print