www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કોહલી - રોહિત બાદ જાડેજાએ પણ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી


જાડેજાએ 2009, 2010, 2014, 2016, 2021 અને 2024 એમ છ ટી-20 વર્લ્ડકપ રમ્યો છે

સાંજ સમાચાર

વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ જાણકારી તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી હતી. જો કે તે ભારત માટે અન્ય ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે. ભારતે શનિવારે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ કબજે કર્યું હતું.

જાડેજાએ નિવૃત્તિ ની જાહેરાત કરતા લખ્યું, સંપૂર્ણ હૃદયથી કૃતજ્ઞતા સાથે હું T20 ઇન્ટરનેશનલને અલવિદા કહું છું. ગર્વથી દોડી રહેલા અડગ ઘોડાની જેમ, મેં હંમેશા મારા દેશ માટે રમ્યો છું અને હવે અન્ય ફોર્મેટમાં પણ મારું સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ આપીશ. જીતથી T20 વર્લ્ડ કપ એક સપનું સાકાર થયું હતું.

T20 વર્લ્ડ કપ 2024માં જાડેજાનું પ્રદર્શન 
રવિન્દ્ર જાડેજા અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં રમાયેલા T20 વર્લ્ડ કપ 2024માં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. તે બોલ અને બેટથી પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યો હતો. વર્તમાન ટુર્નામેન્ટમાં તેણે કુલ આઠ મેચ રમી અને માત્ર 35 રન બનાવ્યા. તે જ સમયે, તેને માત્ર એક જ વિકેટ મળી હતી.

જાડેજાની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી : 
રવિન્દ્ર જાડેજાએ 2009માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે આ ફોર્મેટમાં કુલ 74 મેચ રમી છે. જેમાં સ્ટાર ઓલરાઉન્ડરે 127.16ની સ્ટ્રાઈક રેટથી 515 રન બનાવ્યા અને 54 વિકેટ લીધી. આ સિવાય ડાબા હાથના બોલરે 2009 થી 2024 દરમિયાન ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેણે કુલ 30 મેચ રમી હતી.

જેમાં જાડેજાએ કુલ 130 રન બનાવ્યા અને 22 વિકેટ ઝડપી. આ સાથે જ તેણે એશિયા કપમાં છ મેચ રમી હતી. જેમાં તેણે બે ઇનિંગ્સમાં 35 રન બનાવ્યા અને ચાર વિકેટ લીધી.

Print