www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પુણેનાં અકસ્માતના બનાવમાં સગીરનાં પિતા બાદ દાદાની પણ ધરપકડ: રિમાન્ડ મંજૂર


સગીરને બચાવવા પિતા-પુત્રએ ડ્રાઈવરને ગોંધી રાખ્યો હતો, બાર માલિક અને મેનેજર વિરૂદ્ધ પણ ગુનો દાખલ કરાયો

સાંજ સમાચાર

પુણે,તા.25
પુણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચે શનિવારે (25 મે) પોર્શ અકસ્માત કેસમાં સગીર આરોપીના દાદા સુરેન્દ્ર અગ્રવાલની ધરપકડ કરી છે. તેમના પર પરિવારના ડ્રાઈવરને બંધક બનાવવાનો આરોપ છે. આ કેસમાં સગીરના પિતા વિશાલ અગ્રવાલ પણ આરોપી છે. પોલીસે 21 મેના રોજ તેમની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, 18 મેની રાત્રે થયેલા અકસ્માત બાદ આરોપીના દાદા અને પિતાએ સગીરને બચાવવા માટે ડ્રાઈવરનો પ્લાન ઘડ્યો હતો. તેઓએ ડ્રાઇવરનો ફોન છીનવી લીધો હતો.અને પોલીસને તેના પરિવારનો ડ્રાઈવર ચલાવતો હોવાનું નિવેદન આવ્યું હતું.

પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે સગીર મિત્રો સાથે આરોપી 18 મેના રોજ રાત્રે 10:40 વાગ્યે કોજી પબમાં ગયો હતો. અહીં તેણે 90 મિનિટમાં 48 હજાર રૂપિયાનું બિલ ચૂકવ્યું હતું. આ પછી તે રાત્રે 12.10 વાગે બ્લેક ક્લબ મેરિયટ હોટેલ ગયો. અહીંથી નીકળ્યા બાદ રાત્રે 2 વાગે તેમની કારને અકસ્માત નડ્યો હતો. તે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી રહ્યો હતો.

ACP  મનોજ પાટીલે કહ્યું- આરોપીનું બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યું છે. મોટર વાહન અધિનિયમની કલમ 185નો ચાર્જ - દારૂના નશામાં ડ્રાઇવિંગ એટલે કે ડ્રિંક એન્ડ ડ્રાઇવનો આરોપ FIRમાં ઉમેરવામાં આવ્યો છે. તેની સામે આઈપીસી કલમ 304 અને મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે.

24 મેના રોજ સ્પેશિયલ કોર્ટે આરોપી સગીરના પિતા વિશાલ અગ્રવાલ સહિત તમામ છ આરોપીઓને 7 જૂન સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. પોલીસ કમિશનર અમિતેશ કુમારે કહ્યું કે આ મામલે પોલીસનો પક્ષ રજૂ કરવા માટે એક વિશેષ કાઉન્સિલની નિમણૂક કરવામાં આવશે.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આરોપી સગીર કાર ચલાવતો ન હતો તેવું બતાવવા માટે કેસમાં પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીના પિતા, બાર માલિકો અને મેનેજર સામે નોંધાયેલી FIRમાં છેતરપિંડીનો કલમ 420 પણ ઉમેરી છે.

 

Print