www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આજે વિશ્વ ડ્રગ્સ નિષેધ દિન

મહિલાઓમાં ચિંતાજનક રીતે વધતી ડ્રગ્સ સેવનની લત


નશીલા પદાર્થોનું સેવન કરનારી મહિલાઓ પુરૂષોની તુલનામાં બિમારીઓ તરફ ઝડપથી આગળ વધે છે: દર 17 માં એક વ્યકિત ડ્રગ્સની વ્યસની: રિપોર્ટ

સાંજ સમાચાર

નવી દિલ્હી તા.26
નશીલી દવાઓની સમસ્યા દુનિયાભરમાં લાખો લોકોને અસર કરે છે.આંકડા અનુસાર નશીલી દવાઓના સેવનની લત મહિલાઓમાં ઝડપથી વધી રહી છે. દર વર્ષે 26 જુને વિશ્વ ડ્રગ નિષેધ દિવસ ઉજવવામાં આવે છે.આ તકે ઓસ્ટ્રીયાનાં વિએનામાં આવેલ યુએનઓડીએ (યુનાઈટેડ નેશન્સ ઓફીસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ) વિશ્વ ડ્રગ રિપોર્ટ જાહેર કરે છે.

દર 17 માંથી એક વ્યકિત ડ્રગ્સનો વ્યસની: વિશ્વ ટેગ રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં નશીલા પદાર્થોનો ઉપયોગ સતત વધી રહ્યો છે.2021 માં દુનિયાભરમાં 15 થી 64 વર્ષની વય વર્ગમાં દર 17 માંથી એક વ્યકિતએ છેલ્લા 12 મહિનામાં નશીલા પદાર્થોનો ઉપયોગ કર્યો હતો.

આ આંકડા એક દાયકા પહેલાની તુલનામાં 23 ટકા વધુ છે. 2021 માં 29.6 કરોડ લોકો નશીલી દવાઓનો ઉપયોગ કરતા હતા. 2021 માં સૌથી વધુ 21.9 કરોડ લોકોએ ગાંજાનું સેવન કર્યું હતું. એક અનુમાન મુજબ 2021 માં 36 કરોડ લોકોએ નશીલી દવા એમ્ફેટામાઈનનો ઉપયોગ કર્યો હતો. જયારે 22 કરોડ લોકોએ કોકેનનું સેવન કર્યું હતું.

નશીલા ઈન્જેકશન લેનાર 13 કરોડ : રીપોર્ટમાં અનુમાન લગાવાયું છે કે 2021 માં 13.2 કરોડ લોકોએ નશીલી દવાઓના ઈન્જેકશન લીધા હતા. નશીલી દવાઓનું ઈન્જેકશન લેનારાઓને એચઆઈવીનો ખતરો વધુ રહે છે.

નશીલા દવાઓનું ઈન્જેકશન હેપેટાઈટીસ સીની મહામારીનું મહત્વનું કારણ છે. ડબલ્યુ એચઓનું અનુમાન છે કે નવા હેપેટાઈટીસસી સંક્રમણ 23 ટકા અસુરક્ષીત દવા ઈન્જેકશનનાં કારણે થાય છે.

મહિલાઓ પર વધુ અસર: અનુમાન છે કે 2021 માં દુનિયાભરમાં 39.5 કરોડ લોકો નશીલી દવાઓના ઉપયોગ સંબંધી વિકારોથી પીડીત હતા પણ પાંચમાંથી માત્ર એક વ્યકિતને જ સારવાર મળી શકી. કોરોના મહામારીએ સારવારના અંતરને વધુ વધારી દીધુ હતું.

નશીલી દવાઓનો ઉપયોગ કરનારી મહિલાઓ પુરૂષોની તુલનામાં બીમારીઓ તરફ વધુ ઝડપથી વધે છે.

Print