www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમારી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધમાં જોડાયેલ હતી જ : ડો. નિદત બારોટ


મારા સંચાલિત તમામ સંસ્થાનાં 3500થી વધુ વિદ્યાર્થીઓ બંધમાં જોડાયેલ હતા

સાંજ સમાચાર

રાજકોટ, તા. 25
આજરોજ ટીઆરપી ગેમ ઝોનનાં પીડિતો પ્રત્યે સંવેદના દાખવવા કોંગ્રેસે બંધનું એલાન આપેલ હતું. જેને સંપૂર્ણ સફળતા પણ મળી હતી. મોટા ભાગની શાળા-કોલેજો પણ બંધ રહી હતી. 

ત્યારે કોંગ્રેસનાં પ્રવકતા ડો. નિદત બારોટ સંચાલિત શાળા ચાલુ હતી તેવા ફરતા થયેલા મેસેજ સંદર્ભે ડો. બારોટે  એક નિવેદનમાં જણાવેલ હતું કે, ટી.એન.રાવ સ્કુલમાં 900 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અ સ્કુલ સંપૂર્ણપણે બંધ હતી, ટી.એન.રાવ કોલેજમાં 1500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ કોલેજ પણ સંપૂર્ણપણે બંધ હતી.

ડો. બારોટે જણાવેલ હતું કે ટી.એન.રાવ કોલેજ સંકુલમાં હું સંચાલક મંડળમાં સેવાઓ આપું છું અને બંધમાં સંપૂર્ણપણે સાથે રહ્યા છીએ. 
કે.જે.કોટેચા ગર્લ્સ સ્કુલ જેમાં 700 વિદ્યર્થીનીઓ છે અને શાળા પણ બંધમાં જોડાયેલી હતી. આ શાળામાં હું સંસ્થાના પ્રમુખ તરીકે સેવાઓ આપું છું.
ઇન્સ્ટીટયુટ ઓફ લેંગ્વેજ ટીચીંગ બી.એફ. કોલેજમાં હાલ વેકેશન હોવાથી આ કોલેજ પણ બંધ હતી જેમાં હું આચાર્ય તરીકે સેવા આપું છું. જયારે સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી તરીકે કાર્યરત છું અને જાહેર જીવનના અન્ય ટ્રસ્ટીઓ પણ કાર્યરત છે.

જેમાંના એક ટ્રસ્ટી મુકેશભાઇ દોશી શહેર ભાજપના પ્રમુખ છે. આ સ્કુલના કેટલાક વર્ગ ચાલુ હતા તેવી માહિતી અમને માધ્યમો મારફતે મળી હતી જે સંદર્ભે જણાવવાનું કે આ શાળામાં કુલ 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં પ્રાથમિક શાળાના 3પ0 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા અને માધ્યમિક શાળાના કેટલાક વિદ્યાર્થીઓ આવેલા હતા. આમ આ શાળાના જે બે વર્ગો શરૂ હતા તે સંદર્ભે જાણ કરવાની કે મારા દ્વારા સંચાલિત જુદી જુદી સંસ્થાઓના 3પ00થી વધુ વિદ્યાર્થીઓ બંધમાં સામેલ થયેલા હતા. ગેમ ઝોન પીડિતોની સાથે તેમની લાગણી અને સંવેદનામાં અમે હંમેશા સાથે રહ્યા છીએ.

Print