www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમરેલી: સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં વિદ્યાર્થીઓને જરૂરી દાખલાઓ સ્તવરે કાઢી આપવા સૂચના આપતા કલેક્ટર


નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં જનપ્રતિનિધિઓના પ્રશ્ર્નનોનું સકારાત્મક નિવારણ

સાંજ સમાચાર

અમરેલી, તા.17
અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયાના અઘ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની જૂન માસની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદ, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ધારી-બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયા, લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના વિવિધ પ્રશ્નોની રજૂઆત સંદર્ભે આ પ્રશ્નોના નિવારણ માટે ચર્ચા કરવામાં આવી હતી.

સમસ્યાઓનો નિકાલ યોગ્ય રીતે થાય તે માટે સંબંધિત કચેરીના વડા સાથે સંકલન કરવામાં આવ્યું હતું.જિલ્લા કલેકટરે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોના સકારાત્મક નિવારણ માટે જરૂરી સૂચનાઓ સાથે દિશાદર્શન કર્યુ હતુ. ખાસ કરીને જાતિના અને જનજાતિના દાખલાઓ, વિદ્યાર્થીઓને જરૂરી હોય તેવા દાખલાઓ સત્વરે કાઢી આપવા માટે જિલ્લા કલેકટરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. લોકસભાની ચૂંટણી બાદ પ્રથમવાર યોજાયેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં સાંસદ ભરતભાઈ સુતરિયાનું જિલ્લા કલેકટરે અભિવાદન કર્યુ હતું.

બાકી રહેતા પેન્ડિંગ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે જિલ્લા કલેકટરે, વિવિધ કચેરીઓના અધિકારી-કર્મચારીઓને સૂચના આપી હતી. પેન્ડિંગ કાગળોના નિકાલ, પેન્શન કેસ, આર.ટી.આઈ.ના કેસ સહિતના મુદ્ે  ચર્ચા થઈ હતી અને અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. 

 

 

Print