www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મેડિકલ કોર્સમાં સુધારાથી ફિલીપાઈન્સમાં ભણેલ ભારતીય છાત્ર કરી શકશે પ્રેકટીસ


ભારતના નેશનલ મેડિકલ કમિશનની જરૂરિયાતો મુજબ ફિલીપાઈન્સના મેડિકલ કોર્સમાં ફેરફારથી છાત્રોને થશે ફાયદો

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.25

ફિલીપાઈન્સની સરકારે મેડિકલ એજયુકેશન અને પ્રોડકટને લઈને કેટલાક ફેરફાર કર્યા છે, જેનો ફાયદો ભારત સહિત બધા ઈન્ટરનેશનલ મેડિકલ ગ્રેજયુએટને મળશે. જે અંતર્ગત બીજા દેશોના છાત્રોને લાયસન્સ આપવા અને સ્થાનિક સ્તરે પ્રેકટીસની મંજુરી મળશે. આથી આમેય છાત્રોને પણ સરળતા રહેશે, જે ભારતમાં પ્રેકિટસ કરવા માંગે છે.

કારણ કે આ નિયમ ભારતના નેશનલ મેડીકલ કમિશન (એનએમસી)ના એ નિયમો સાથે મેળ ખાય છે, જેના અનુસાર વિદેશમાં અભ્યાસ બાદ ભારતમાં સ્ક્રીનીંગ ટેસ્ટમાં સામેલ થવા માટે માન્ય પ્રેકટીસ જરૂરી છે.

આ પ્રકારનાં પગલાં અગાઉ પણ કેટલાક અન્ય દેશોએ લીધા છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીય છાત્ર મેડીકલ એજયુકેશન માટે જાય છે. જેમકે રશિયા, બેલારુસ, જયોર્જિયા, એનએમસીએ 2021થી જ એ નિયમ લાગુ કરી રાખ્યો છે કે જે છાત્ર વિદેશથી મેડીકલ ડિગ્રી લે છે, તેમણે અહીની સ્ક્રીનીંગ ટેસ્ટમાં સામેલ થવાની મંજુરી માત્ર ત્યારે આપવામાં આવશે જયારે તેમની પાસે એ દેશનું માન્ય પ્રેકટીસીંગ લાયસન્સ હશે. હવે ફિલીપાઈન્સે છાત્રો માટે લાયસન્સ અને પ્રેકટીસના નિયમ બનાવી દીધા છે. જેથી ભારતીય છાત્રોને ફાયદો થવાનું નકકી છે.

આ પહેલા 2023માં એનએમસી એ ફિલીપાઈન્સના બેચલર ઓફ સાયન્સ કોર્સને માન્યતા નહોતી આપી, જેને ભારતના એમબીબીએસ કોર્સ સમાન માનવામાં આવ્યો હતો. પણ મુશ્કેલી એ હતી કે આ કોર્સ ચાર વર્ષનો હતો, જે એનએમસીના નિર્ધારિત 54 મહિનાથી ઓછો હતો.

આ સ્થિતિમાં આ છાત્રોને ભારતમાં ડોકટર તરીકે પ્રેકટીસ કરવા માટે સ્ક્રીનીંગ ટેસ્ટ પહેલા એક વર્ષની ઈન્ટર્નશીપ પણ કરવી પડતી હતી. ફોરેન એજયુકેશન એજન્ટ કડવિન પિલ્લાઈ કહે છે કે હવે એવી ફરિયાદો નહીં રહે. કારણ કે ફિલ્મપાઈન્સમાં યુજી મેડીકલ કોર્સના સમયગાળામાં જે સંશોધન કરવામાં આવ્યું છે, તે એનએમસીની જરૂરિયાતોના હિસાબે છે. આ સંશોધનથી ફિલીપાઈન્સમાં ભણતા વિદેશી મેડીકલ છાત્રોને સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રેકટીસ કરવાની મંજુરી મળશે.

Print