www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભરબપોરે લક્ષ્મીનગર ચોક પાસે આનંદી જવેલર્સમાં લૂંટનો પ્રયાસ


ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની ટીમો દોડાવાઇ : સીસીટીવી અને હ્યુમન સોર્સથી આરોપીઓના ઠેકાણાની શોધખોળ : શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો પર નાકાબંધી : આસપાસના જિલ્લાની પોલીસને એલર્ટ કરાઇ

સાંજ સમાચાર

►છરી સાથે ધસી આવેલા બે શખ્સો સાથે વેપારીને ઝપાઝપી થયા બાદ નાસી છુટયો : બનાવની ઘટના સીસીટીવીમાં કેદ : વેપારીને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા : માલવીયાનગર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે : તપાસનો ધમધમાટ

રાજકોટ, તા. રપ

ભરબપોરે લક્ષ્મીનગરના નાલાથી આગળ આવેલ લક્ષ્મીનગર ચોક પાસે આનંદી જવેલર્સમાં ધસી આવેલા બે શખ્સોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. જેમાં વેપારીએ હિંમત દાખવી સામનો કરતા લૂંટ કરવા આવેલા શખ્સોએ છરી બતાવતા ઝપાઝપી થઇ હતી. બાદમાં બંને શખ્સો નાસી છુટયા હતા. બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ આદર્યો હતો. 

પ્રાપ્ત વિગત મુજબ લક્ષ્મીનગર ચોક પાસે આવેલ આનંદી જવેલર્સમાં ભરબપોરે બે લુંટારૂઓ છરી સાથે ત્રાટકયા હતા.  લૂંટને અંજામ આપે તે પહેલા જ વેપારીએ પણ તેમનો તાકાતથી સામનો કરતા લૂંટારૂઓ અને વેપારી વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેમાં વેપારીને ગંભીર ઇજા પહોંચી હતી. મામલો સામે આવતા આસપાસના લોકો દોડી આવતા બંને લુંટારૂઓ તકનો લાભ લઇ નાસી છુટયા હતા. સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જીજ્ઞેશ દેસાઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.લૂંટનો બનાવ બનતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી.

રાજકોટના તમામ પ્રવેશદ્વાર સમાન માર્ગો પર નાકાબંધી કરી દેવાઇ હતી. ઉપરાંત આસપાસના જિલ્લાની પોલીસને એલર્ટ કરી દેવાઇ હતી. લૂંટારુઓ ફરાર થતાં તેમની પાછળ એલસીબી, એસઓજી સહિતની ટીમોને લગાવી દેવાઇ હતી. આ તરફ સીસીટીવી અને હ્યુમન સોર્સને પણ એક્ટીવ કરી દેવામાં આવેલ. હાલ પણ એવી માહિતી મળે છે કે કોઇ મુદામાલ ગયેલ નથી પરંતુ પોલીસ એ દિશામાં પણ પૂછપરછ કરી રહી છે કે કોઇ મુદામાલ ગયો છે કેે નહીં આરોપીઓની સંખ્યા કેટલી હતી શું બીજા કોઇ આરોપીઓ રેકી કરી હતી કે પછી ફકત આ જ આરોપીઓ હતા. હાલ લૂંટની ઘટનાથી શહેરભરમાં ચકચાર મચી ગઇ છે. 

Print