www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીના મચ્છુ-2 ડેમમાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 26

મોરબી તાલુકાના જૂની પીપળી ગામ પાસે આવેલ ગજાનંદ પાર્કમાં રહેતા વૃદ્ધ રફાળેશ્વર પાસે મચ્છુ-2 ડેમના પાણીમાં કોઈપણ કારણોસર પડી જતા તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મોરબીના જુના પીપળી ગામ પાસે આવેલ ગજાનંદ પાર્કમાં રહેતા જેઠાભાઈ ભોજુભાઈ ચૌહાણ (85) નામના વૃદ્ધ મોરબીના રફાળેશ્વર પાસે આવેલ મચ્છુ-2 ડેમમાં કોઈપણ કારણોસર પડી ગયા હતા જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તેઓનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

►બાઇક ચોરી
મોરબીની નિત્યાનંદ સોસાયટી મેઇન રોડ ઉપર રહેતા દેવેન્દ્રભાઈ હેનાભાઇ રાઠોડ જાતે રજપૂત (38)એ અજાણ્ય શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના સુભાષ રોડ ઉપર ત્રિકોણબાગની પાછળના ભાગમાં નેશનલ દુકાનની સામેના ભાગમાં તેણે પોતાનું જ્યુપિટર સ્કૂટર નંબર જીજે 36 એમ 8666 પાર્ક કરીને મૂક્યું હતું જે સ્કૂટરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી 50 હજારની કિંમતના સ્કૂટરની ચોરી થઈ હોવાની હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

Print