www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચોમાસામાં ધ્યાન રાખજો : પુલ પરથી પાણી વહેતું હોય ત્યારે ન જવું

રાજકોટ જિલ્લાનાં પડધરીનાં મોટા ખીજડીયા ગામનાં પુલ પર વૃદ્ધ પાણીમાં ગરકાવ થયા, સદનસીબે વૃદ્ધનો બચાવ થયો


સાંજ સમાચાર

રાજકોટ : ગઈકાલે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક બનાવ બન્યો હતો. સામાન્ય રીતે ચોમાસામાં ઉપરવાસમાં વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વહેતું હોય છે. પુલ, રસ્તા પર પાણી પૂરા ફ્લોમાં અનેક વખત પાણી વહે છે તે સમયે લોકો પોતાના બાઈક કાર સહિતના વાહનો સાથે ચલાવવાનું જોખમ લેતા હોય છે.

આ સમયે અનેક વખત એવા બનાવ બન્યા છે જ્યારે લોકો તણાયા હોય છે અને ત્યારબાદ તેમના જીવ પણ ગયા હોય છે. ગઈકાલે પડધરીના મોટા ખીજડીયા ગામનો વિડિયો સોશ્યલ મીડીયા પર વાયરલ થયો છે જેમાં એક વૃદ્ધ તેમના બાઈક પર પુલ પર થી પસાર થવાની કોશિશ કરે છે.

પુલ પર થી પૂરજોશમાં પાણી વહે છે. ત્યારે એક સમયે પુલની વચ્ચે પાણીનો ફ્લો વધી જતાં તેઓએ બેલેન્સ ગુમાવ્યો અને પડી ગયા. બાઈક તણાયા બાદ તેઓ પણ પુલ નીચ પડી ગયા પરંતુ સદનસીબે તેઓ બચી ગયા હતા. આ પ્રકારના પાણીના વહેણમાં ન જવા તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે.

 

Print