www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામનગર જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સભા યોજાઇ


સાંજ સમાચાર

જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક ની વાર્ષિક સાધારણ સભા ઓસવાલ સેન્ટર ખાતે બેંકના ચેરમેન જીતુ લાલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ સાધારણ સભામાં ખાસ અમદાવાદથી ગુજરાત સ્ટેટ સિકો.ઓ.બેકના ચેરમેન અજય પટેલ, રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ,ધારાસભ્ય હેમંત ખવા સહિતના મહાનુભાવો આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ બેંકની વાર્ષિક સાધારણ સભામાં જિલ્લાભરમાંથી બેંકના સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સભાના પ્રારંભે ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કના ચેરમેન જીતુ લાલ દ્રારા મહાનુભાવોનું હાલારી પાઘડી પહેરાવી સ્વાગત કરેલ હતું. આ વાર્ષિક સામાન્ય સભામાં બેંકનો ઓડિટ અહેવાલ,વાર્ષિક સરવૈયું અને નફા નુકસાનના હિસાબો મજૂરી અર્થે રજૂ થયેલ હતો.સભાસદોને ભેટ અને આગામી વર્ષ 2024.25ના બજેટ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

(તસ્વીર: હિતેષ મકવાણા)

Print