www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લીલીયા મોટામાં અસામાજિક તત્વોએ પાઈપ લાઈન તોડી નુકશાન પહોંચાડયું: ફરિયાદ


ગ્રામ પંચાયતના સરપંચની પોલીસમાં રાવ: તપાસની માંગ

સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ દ્વારા) 
અમરેલી,તા.25
લીલીયા મોટાના સિવિલ પ્લોટ વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે લીલીયાના સરપંચ તેમજ ગ્રામ પંચાયત સદસ્યો અથાગ મહેનત કરી રહ્યા હોય. ત્યારે આશરે એક મહિનાથી લીલીયા મોટા સાંઇનાથ પરા વિસ્તારમાં પાણીનો સંપ મર્શીબલ આવેલ હોય ત્યાથી સીવીલ પરા વિસ્તાર તથા વેલનાથ પરા વિસ્તારમાં પાણી પહોંચાડવાનુ કામ ચાલુ હોય.

છેલ્લા ઘણાં દિવસોથી કાળુભારનું પાણી લાઈનમાં ફોલ્ટ આવી જતા બંધ હોય અને કાળુભારનું પાણી તા. 23/5/2024 ના રોજ રાત્રિના સમયે પાણી વિતરણ કરવા માં આવેલ હોય. જેની જાણ લીલીયા સરપંચને થતા સાંયનાથ પ્લોટમાં આવેલ સંપમાં પાણી ભરવા માટે સરપંચ સાથે રૂપેશ ભરવાડ, શાંતિભાઈ વાઘેલા, વાલમેન પ્રવીણ બાપુ સંપે પહોંચ્યા અને પાણી ભરવાની પ્રક્રિયા શરૂ કરેલ હોય. ત્યાં સંપની બાજુમાં જ પાણી લીકેજ થતાં સવારમાં મજુરો ઘ્વારા ખોદીને તપાસ કરાતા પાણીનો એલ્બો કોઈલુખ્ખા અસામાજીક તત્વો દ્વારા તોડી નાખેલ હાલતમાં મળી આવતા સરપંચ ચોકી ઉઠેલ અને કોઇ અજાણ્યા ઇસમોએ આ પાણીનો એલ્બો તોડીને આગળના વિસ્તારને પાણી ન મળે તેવા મેલા હેતુ અને સરપંચને બદનામ કરવાના હેતુથી નુકસાન કરેલ હોય. જે અન્વયે સરપંચ દ્વારા લીલીયા પોલીસ સ્ટેશને આવી અને અસામાજિક તત્વો સામે અરજી કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી  માંગ કરવા માં આવેલ છે. 

Print