www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ડોમેસ્ટીક ક્રિકેટ રમવા ખેલાડી પાસે પાસપોર્ટ હોવો ફરજયાત: BCCIનુ ફરમાન

ભારતીય પાસપોર્ટ વિનાના કોઈપણ ખેલાડીને ઘરેલુ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા નહીં મળે


રણજી ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી તથા સી.કે.નાયડુ ટ્રોફી જેવી ટુર્નામેન્ટના નિયમોમાં પણ તોળાતા બદલાવ

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.24
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઘરેલુ ક્રિકેટ માટે એક નવું ફરમાન જાહેર કર્યું છે. ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેનાર ખેલાડીઓ પાસે હવે ભારતીય પાસપોર્ટ હોવો જરૂરી છે. પાસપોર્ટ વિનાના ખેલાડીઓને ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજુરી નહીં મળે.

બીસીસીઆઈએ આ નિર્ણય એપેકસ કાઉન્સીલની મીટીંગમાં લીધો હતો. જો કોઈ ક્રિકેટર પાસે ભારતીય પાસપોર્ટ નથી અને તે કોઈ બીજા દેશના પાસપોર્ટ હોલ્ડર છે તો આવી સ્થિતિમાં પણ તે ખેલાડીને ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેવા દેવામાં નહીં આવે.

આ નવા નિયમ અંતર્ગત પર્સન ઓફ ઈન્ડિયન ઓરીજીન એટલે કે પીઓઆઈ કાર્ડ ધારક માટે ભારતીય પાસપોર્ટની અનિવાર્યતા નહીં રહે. આ જ નિયમ ઓરીજીનલ કન્ટ્રી ઈન્ડિયન એટલે કે ઓસીઆઈ કાર્ડધારક માટે પણ રહેશે. આનો મતલબ એ થયો કે તેમની પાસે જો કોઈ અન્ય દેશનો પાસપોર્ટ છે તો પણ તે ઘરેલુ ક્રિકેટમાં રમી શકશે. પરંતુ તેમની પાસે પીઓઆઈ અને ઓસીઆઈ કાર્ડ હોવું જરૂરી છે.

ટીમ ઈન્ડિયામાં પણ નહીં થાય એન્ટ્રી: બીસીસીઆઈ દ્વારા બનાવવામાં આવેલ પાસપોર્ટના આ નિયમથી ટીમ ઈન્ડિયામાં ખેલાડીઓની એન્ટ્રી નહીં થઈ શકે. કારણ કે જેમની પાસે ભારતીય પાસપોર્ટ નહીં હોય તેઓ ટીમના સિલેકશન માટે એલીજીબલ (લાયક) નહીં રહે. આ પહેલા આવું નહોતું, એવા ક્રિકેટરો કે જેમની પાસે પાસપોર્ટ નહોતો તેઓની ઘરેલુ ક્રિકેટમાં સરળતાથી એન્ટ્રી થઈ જતી હતી.

ટુર્નામેન્ટના નિયમોમાં પણ ફેરફારની સંભાવના: આ સિવાય રણજી ટ્રોફી, સૈયદ મુસ્તાક અલી ટ્રોફી અને સીએસકે નાયડુ ટ્રોફીમાં અનેક મહત્વના ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી. ઘરેલુ ક્રિકેટની સીઝનમાં પોઈન્ટસ ટેબલમાં ફેરફારની સંભાવના છે.

આ ઉપરાંત ટોસના નિયમને લઈને પણ વિજ્ઞપ્તી જાહેર કરાઈ છે જે અંતર્ગત સી.કે.નાયડુ ટ્રોફીમાં ટોસ નહીં થાય. આ ટુર્નામેન્ટમાં મહેમાન ટીમને એ અધિકાર હશે કે તે પહેલા બેટીંગ કે પછી બોલીંગ પસંદ કરવાનો નિર્ણય લઈ શકે છે.

Print