www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વેરાવળમાં બિલ્ડીંગનો સ્લેબ અતિ જર્જરીત થયેલ હોવાથી દુર્ઘટના ઘટે તે પહેલા ઉતારી લેવા માંગ


વેપારીઓ દ્વારા કરાઇ તંત્રને લેખીત રજુઆત

સાંજ સમાચાર

(મીલન ઠકરાર)    

વેરાવળ, તા. 25

વેરાવળમાં જર્જરિત વિભાગથી દુર્ઘટના ઘટે તે પહેલાં ઉતારવા સ્થાનીક વેપારીઓ દ્વારા તંત્રને લેખીત રજૂઆત કરી માંગ કરેલ છે. વેરાવળમાં પ્રકાશ કોમ્પલેક્ષ વિસ્તારમાં રાધાકૃષ્ણ મંદિર રોડ પર આવેલ અવધ ચેમ્બર્સના ધારકો દ્વારા બિલ્ડીંગના બીજા માળનો સ્લેબ અતિ જર્જરીત થયેલ હોય અને કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં જર્જરીત વિભાગને ઉતારી સુરક્ષિત કરવા વેપારીઓ દ્વારા ચીફ ઓફિસર સહીતના લાગતા વળગતાઓને આવેદનપત્ર આપી જણાવેલ કે, અવધ ચેમ્બરનો જર્જરીત રવેશ તંત્ર દ્વારા અગાઉ કાર્યવાહી કરી ઉતારેલ હોય પરંતુ આવનારા સમયમાં ચોમાસુ આવતું હોય અને બિલ્ડીંગના બીજા માળનો સ્લેબ તથા દીવાલો અતિ જર્જરીત હાલતમાં હોય તેથી કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા ઉતારી સુરક્ષિત કરવા માંગ કરેલ છે. 

Print