www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગડુ (શેરબાગ) ગામે ઉનાળાની ઋતુમાં વીજળીનાં ધાંધીયાથી ગ્રામજનો ત્રાહીમામ


વીજ સમસ્યા દૂર કરવા સરપંચની પીજીવીસીએલ કચેરીમાં રજુઆત

સાંજ સમાચાર

ગડુ, તા.25
કાળઝાળ ગરમીમાં ગડુ (શેરબાગ)માં વિજ ધાંધીયાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ગડુ (શેરબાગ) ગામે પીજીવીસીએલ દ્વારા અવાર-નવાર કોઇપણ બહાનુ બતાવી વિજ પુરવઠો બંધ કરે છે અને ક્યારેક તો દિવસ આખામાં 10 થી 15 વાર વીજ પુરવઠો બંધ કરે છે.

જેના કારણે આવી કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ખાસ કરીને વૃધ્ધો અને બાળકો ઉપર વધુ અસર થતી હોય છે જેથી આ બાબતે પીજીવીસીએલ દ્વારા કોઇ નક્કર પગલા લઇને વિજ પુરવઠો ચાલુ રાખે તેવી સરપંચ બાબુભાઇ તથા ગ્રામનોની માંગણી છે.

Print