www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બાલાજી હનુમાનજી મહારાજને આજે મુખવાસનો દિવ્ય શણગાર


સાંજ સમાચાર

રાજકોટ,તા.25
શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે આજના મંગળવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી દાદાને મુખવાસનો અદભુત અલૌકિક અને દિવ્ય શણગાર કરાયો છે, આ અદ્દભુત શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે.

જેમાં વરિયાળી, ધાણાદાળ, તલ, એલચી વગેરેનો સમાવેશ કરાયો છે, આ સાથે બાલાજી દાદાને ધ્વજારોહણ કરાયું હતું, આજે સાંજે 7.15 કલાકે રાજોપચાર પદ્ધતિથી થતી દાદાની સંધ્યા આરતીમાં હજારો ભક્તો દાદાના દર્શન આરતીનો દિવ્ય લાભ લેશે.

Print