www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાવનગર: સ્માર્ટ મીટર લગાવતા પહેલા જુના સ્ટેટેટીક મિટરનું અલગ બીલ આપવા સૌરાષ્ટ્ર ચેમ્બરની રજૂઆત


સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.25
ગુજરાતનાં જુદા જુદા શહેરોમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલમાં ચાલી રહેલ છે. જ્યાં-જ્યાં સ્માર્ટ મીટરો લાગવામાં આવે છે ત્યાં ગ્રાહકો દ્વારા આ પ્રી-પેઈડ મીટરમાં વધારે રકમનું બોલ આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામેલ છે. તેના સંદર્ભમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પી.જી.વી.સી.એલ.નાં મેનેજીંગ ડીરેક્ટરને પત્ર પાઠવી આ સમસ્યાનું નિરાકરણ કરવા રજૂઆત કરવામાં આવેલ છે.

ચેમ્બર દ્વારા સદર પત્રમાં જણાવવામાં આવેલ છે કે જુના સ્ટેટેટીક મીટરનું બીલ પ્રી-પેઈડ મીટરમાં કેરીફોરવર્ડ કરવામાં આવે તો એક દિવસમાં પ્રી-પેઈડ મીટરનુ રીચાર્જ સમાપ્ત થાય છે. તેથી જો સ્ટેટેટીક મીટરનું અલગ બીલ આપવામાં આવે તો ગ્રાહકોને આ બાબતે કોઈ મૂંઝવણ રહેશે નહિ.

આ ઉપરાંત ચેમ્બર દ્વારા પી.જી.વી.સી.એલ.ને પાઠવેલ પત્રમાં સૂચન કરવામાં આવેલ છે કે વીજ કંપની દ્વારા ગુજરાતની તમામ ચેમ્બરને સાથે રાખી નવી નીતિ અંગે માહિતી માર્ગદર્શન આપવામાં આવે તો પ્રી-પેઈડ મીટરના સંદર્ભમાં જાહેર ફરિયાદોનાં ઉકેલ લાવવામાં ચેમ્બર પણ મદદરૂપ થઇ શકે. સદર પત્રની નકલ જાણકારી અર્થે ભાવનગર સર્કલનાં ચીફ એન્જીનીયરને પણ મોકલવામાં આવેલ છે.

Print