www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નવી કર વ્યવસ્થાને આકર્ષક બનાવવા આગામી બજેટમાં મોટી જાહેરાતો થઈ શકે છે


હાલ 85 ટકા લોકો જુની કર વ્યવસ્થામાં રિટર્ન દાખલ કરે છે ત્યારે નવી ટેકસ પ્રણાલીને વધુ આકર્ષક બનાવાશે

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.28
કેન્દ્ર સરકાર નવી કર વ્યવસ્થાને પણ આકર્ષક બનાવવાની તૈયારી કરી રહી છે. નવી કર વ્યવસ્થાને અસરકારક બનાવવા માટે આગામી પૂર્ણ બજેટમાં કેટલાક મોટા એલાન થઈ શકે છે. જુની વ્યવસ્થાની જેમ રોકાણ પર આવક વેરાની છૂટ આપી શકાય છે.

કર વિશેષજ્ઞોનાં અનુસાર અત્યાર સુધી નવી કર વ્યવસ્થામાં આવકવેરા રિટર્ન ભરવા પર સાડા સાત લાખ સુધીની આવક પર કોઈ ટેકસ નથી લાગતો તેમાં 50 હજારની માન્ય કપાત પણ સામેલ છે.

આમ છતા લોકો જુની વ્યવસ્થાને વધુ કીફાયતી માની રહ્યા છે. આથી સરકાર નવી વ્યવસ્થામાં કેટલીક વધારાની છુટ આપવા પર પણ વિચાર કરી રહી છે. હાલના સમયમાં દેશમાં 8.18 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ભરવામાં આવી રહ્યા છે. જેમાં લગભગ 85 ટકા લોકો હજુ પણ જૂની વ્યવસ્થાથી રિટર્ન દાખલ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સરકાર ત્રણ વર્ષ પહેલા આવકવેરા રિટર્ન માટે નવી કર વ્યવસ્થા લઈને આવી હતી જેમાં 7 લાખ સુધીની આવકને કરમુકત કરાઈ હતી. બાદમાં કરદાતાઓને આકર્ષિત કરવા તેમાં 50 હજારની માન્ય કપાતને જોડીને આ સીમા સાડા સાત લાખ રૂપિયા કરાઈ હતી.

Print