www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીમાં ત્રિકોણબાગના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી


સાંજ સમાચાર

(જિગ્નેશ ભટ્ટ) મોરબી તા 1
મોરબીમાં આવેલ ત્રિકોણબાગ પાસે પાર્કિંગમાં યુવાને તેનું બાઈકને પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી કરીને યુવાન દ્વારા હાલમાં બાઈક ચોરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ અનંતનગર સોસાયટી બ્લોક નં- 59 માં રહેતા મનોજભાઈ મોહનભાઈ કંઝારીયા જાતે સતવારા (44)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે 
જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીમાં આવેલ ત્રિકોણબાગ પાસે બેન્કની સામે પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે 3 એફજે 4186 પાર્ક કરીને મૂક્યું હતું જે 40,000 ની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે અજાણ્યા શખ્સની સામે હાલમાં ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
 

મારા મારીમાં ઇજા
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રામભાઈ મનજીભાઈ પરમાર અને મનીષાબેન પરમારને ઘરે ઘરવાળાઓએ માર માર્યો હોવાથી ઇજા થઈ હતી જેથી બંનેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથના ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી છે.

Print