www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કૂતરૂં આડુ ઉતરતા બાઇક ચાલકનું મોત


લાલપુર તાલુકાના વડપાંચસરા ગામે બાઇક આડે કુતરૂં ઉતરતા ફંગળાયેલા 42 વર્ષના ક્ષત્રિય યુવકનું ગંભીર ઇજા થવાને કારણે નિપજ્યું મોત

સાંજ સમાચાર

જામનગર તા.25
જામનગર જિલ્લામાં વધતા જતા રખડતા શ્વાન અને ઢોરના આતંક વચ્ચે શ્વાનને કારણે જિલ્લામાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. લાલપુર તાલુકાના વડપાંચસરા ગામમાં બાઈકની આડે કુતરું ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સ્લીપ થઇ જતાં બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત થયાનું સામે આવ્યું છે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વડપંચસરા ગામે દુર્ઘટના સર્જાઈ હતી. લાલપુર તાલુકાના વડપાંચસરા ગામના વતની હરિશ્ચંદ્રસિંહ દિગ્વિજયસિંહ જાડેજા (ઉં.વ.42) કે જેઓ ગત 22મી તારીખે સાંજે 7.30 વાગ્યાના અરસામાં પોતાનું બાઇક લઈને વાડીએ જવા માટે નીકળ્યા હતા. આ વેળાએ માર્ગમાં એકાએક કૂતરું આડું ઉતરતાં તેઓ બાઈક પરથી નિયંત્રણ ખોઈ બેઠા હતા.બાઈકને બ્રેક મારવાથી સ્લીપ થઈ ગયું હતું,

જેને લાઈન તેઓ બાઈક સાથે માર્ગ પર ધળી પડ્યા હતા. આ દરમિયાન બાઈક ચાલક હરિશ્ચંદ્રસિંહ જાડેજાને ગંભીર ઈજા થવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના નાના ભાઈ શક્તિસિંહ દિગ્વિજયસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Print