www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હળવદના રણજીતગઢ ગામની સીમમાં નર્મદાની કેનાલમાંથી શક્તિનગરના યુવાનનો મૃતદેહ મળ્યો


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 26

હળવદ તાલુકાના શક્તિનગર (સુખપર) ગામે રહેતો યુવાન નર્મદાની કેનાલમાં ડૂબી જતા રણજીતગઢ ગામની સીમમાં કેનાલમાંથી તેની બોડી મળી આવી હતી જેથી કરીને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં શક્તિનગર (સુખપર) ગામે રહેતા લીંબાભાઇ ઉર્ફે ભજન કરમશીભાઈ મરીયા જાતે રબારી (43) નો મૃતદેહ ગઈકાલે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં રણજીતગઢ ગામની સીમમાં નર્મદાની કેનાલમાંથી મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક લીંબાભાઈ મરીયા માનસિક અસ્થિર મગજ હોય ગત તા. 24/6 ના સાંજના ઘરે જમીને ઘરેથી બહાર બેસવા ગયેલ હતા અને પાછા આવ્યા ન હતા ત્યારબાદ તા 25/6 ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં રણજીતગઢ ગામની સીમમાં નર્મદાની કેનાલમાં પાણીમાં ડૂબી ગયેલ હાલતમાં તેની ડેડબોડી મળી આવી હતી જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
વાહન અકસ્માતના બનાવમાં ટ્રક ડ્રાઇવરની ધરપકડ

મોરબી હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે થોડા સમય પહેલા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં હળવદના ચરાડવા ગામે ચૈતન્યનગરમાં રહેતા જાદવજીભાઇ માકાસણા નામના વૃદ્ધ ચરાડવા બાજુથી વહેલી સવારે બાઇક લઈને મોરબી આવી રહ્યા હતા ત્યારે વૃદ્ધના બાઇકને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લીધું હતું.જે ઘટનામાં જાદવજીભાઇ નામના વૃદ્ધનું મોત નિપજયુ હતુ. ત્યારબાદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુતકના પુત્ર કમલેશભાઇ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ બનાવમાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.ડી.જોગેલા દ્વારા તપાસ ચલાવવામાં આવતા અકસ્માત સર્જીને ભાગી ગયેલા ટ્રક ડ્રાઇવર ગુલશન કાંતિલાલ રંગવ (24) રહે.ગેંદવા તાલુકો જોતરી જીલ્લો ડુંગરપુર રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Print