www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

યાજ્ઞિક રોડ, જંકશન, ચૌધરી હાઇસ્કુલ રોડ પરથી દબાણો ઉપાડવા ઝુંબેશ


આજે પણ મનપા અને ટ્રાફિક પોલીસની સંયુકત ડ્રાઇવ : 57 બોર્ડ, દુકાનો બહારના 26 ખુરશી-ટેબલ જપ્ત : ત્રિકોણ બાગ સહિતના વિસ્તારમાં ટીમો ફરી

સાંજ સમાચાર

રાજકોટ, તા. 23
શહેરના મુખ્ય રાજમાર્ગોને દબાણ મુકત કરવાની ઝુંબેશ ગઇકાલે 150 ફુટ રોડ પરથી શરૂ કરવામાં આવી છે ત્યારે આજે ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ, ચૌધરી હાઇસ્કુલ રોડ, રેલ્વે જંકશન રોડ પર દુકાનો બહારના, ફૂટપાથ પરના દબાણો હટાવાયા હતા. 57 બોર્ડ-બેનર ઉપરાંત 26 જેટલા ટેબલ, ખુરશી, બાંકડા જેવા દબાણ પણ મનપાએ ઉપાડી લીધા હતા.

મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર અનધિકૃત કરાયેલા દબાણો દુર કરવા માટે વિવિધ ટીમ બનાવીને ઝુંબેશના રૂપમાં કામગીરી શરૂ કરાઇ છે. આજે ત્રિકોણ બાગથી જિલ્લા પંચાયત ચોક અને ત્રિકોણ બાગથી જવાહાર રોડ ખાતે બે ટીમ દ્વારા દબાણ હટાવ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ ઝુંબેશ દરમ્યાન સિટી પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ સાથે રહી હતી.  મનપાની ટીમો દ્વારા દ્વારા  ત્રિકોણ બાગ, રામકૃષ્ણનગર મેઈન રોડ, રેલ્વ જંકશન રોડ, વિવેકાનંદ ચોક, ડો.યાજ્ઞીક રોડ, બહુમાળી ભવન, ચૌધારી હાઈસ્કુલ, ભાવેશ મેડીકલ પાસે અને સિંધીયા ગેટ વિગેરે વિસ્તારમાંથી કુલ 57 બોર્ડ, બેનરો અને 26 પરચુરણ સામગ્રી દુર કરવામાં આવ્યા હતા. આ ઝુંબેશ કોર્પો.,સિટી પોલીસ તેમજ ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ચલાવવામાં આવી રહી છે. 

 

Print