www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નિરંકારી મિશન દ્વારા યોગ દિવસની ઉજવણી


સાંજ સમાચાર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ પર આજે 21 મી જૂનના રોજ સંત નિરંકારી મિશન દ્વારા સમગ્ર ભારતમાં સંત નિરંકારી મિશનની અનેક બ્રાંચો માં યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર માં પટેલ કોલોની સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવન માં યોગાભ્યાસ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતુ

જેમાં નિરંકારી ભક્તોએ સ્વસ્થ મન અને સરળ જીવન માટે યોગ કર્યા હતા. સ્થાનિક યોગ પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ શ્રધ્ધાળુઓએ યોગ શિક્ષણ મેળવ્યું તથા નિયમિતપણે યોગાસન કરવાની પ્રેરણા મેળવી હતી. ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિશ્વ કલ્યાણ માટે ચલાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં સંત નિરંકારી મિશન નિરંતર પોતાના સક્રિય યોગદાન આપી રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો વિષય ’મહિલા સશક્તિકરણ માટે યોગ’ આપવામાં આવેલ છે જે બેશક આજના સમયની માંગ છે. સંત નિરંકારી મિશન પણ સમય-સમય પર મહિલા સશક્તિકરણ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકીને  સક્ષમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Print