www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પ્રતિબંધ વચ્ચે ગેરકાયદે માછીમારી બદલ બે શખ્સો સામે ગુન્હો


સાંજ સમાચાર

જામનગર તા.1
મોનસુન બ્રેક વચ્ચે પણ જામનગરમાં માછીમારી કરતા 2 શખ્સોને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા છે.જામનગર નજીક સચાણાના દરિયાઈ વિસ્તારમાં નિયમ ભંગ કરવા બદલ 2 માછીમાર સામે બેડી મરીન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે.

તાજેતરમાં ચોમાસાની સિઝનને લઈને મોનસુન બ્રેક જાહેર કરાયું છે, જામનગર જિલ્લા કલેકટર કચેરી ના તંત્ર દ્વારા આ અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું હતું જેમાં દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. છતાં પણ જાહેરનામાની અમલવારીનો ભંગ કરીને સચાણા ના બે માછીમારો ગેરકાયદે રીતે પોતાની બોટ લઇને નજીકના દરિયામાં માછીમારી કરવા માટે ગયા હોવાનું પોલીસ તંત્રને ધ્યાનમાં આવ્યું હતું.

જેથી બેડી મરિન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બંને માછીમારો હનીફ ખુરેશી તેમજ અમીર હુસેન જુમાભાઇ ની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી માછીમારી બોટ કબજે કરી લઈ બંને સામે બેડી મરિન પોલીસ મથકમાં આઇપીસી કલમ 188 તેમજ બી.એન.એસ. કલમ 223 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Print