www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મુખ્યમંત્રી પરિવાર સાથે ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા : નિવાસસ્થાને વૃક્ષારોપણ કર્યુ


સરળ અને મૃદુ મુખ્યપ્રધાને પર્યાવરણ જતનનો હરિયાળો સંદેશો આપ્યો

સાંજ સમાચાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

પોતાના પરિવારજનો સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં ગુરૂવારે વૃક્ષારોપણ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા હતા. તેઓ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ તથા ગ્રીન કવરની વૃદ્ધિ માટે ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં પોતાના પરિવાર સાથે જોડાયા  હતા. તેમણે પોતાના નિવાસ સ્થાને વૃક્ષારોપણ થકી રાજ્યના સૌ નાગરિકોને પણ આ અભિયાનમાં સહભાગી થવાની પ્રેરણા આપી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દરેક અભિયાનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે,

તેમ ‘એક પેડ માં કે નામ’ અભિયાનને પણ સૌ ગુજરાતીઓ વ્યાપક પ્રતિસાદ આપીને સફળ બનાવશે અને અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેમના પુત્ર અનુજ પટેલ પણ સાથે નજરે પડે છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાનના પર્યાવરણ પ્રિય વિચારોને આત્મસાત કરીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ તથા ગ્રીન કવરની વૃદ્ધિ માટે ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં પોતાના પરિવાર સાથે જોડાયા  હતા. વડાપ્રધાનૠઋ દરેક અભિયાનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, તેમ ‘એક પેડ માં કે નામ’ અભિયાનને પણ સૌ ગુજરાતીઓ વ્યાપક પ્રતિસાદ આપીને સફળ બનાવશે અને અગ્રેસર રહેશે તેવો  વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

 

Print