www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચીનની ‘પનીશમેન્ટ’ ડ્રીલ: તાઈવાનની સમુદ્રી સીમામાં ચીનના 46 સૈન્ય વિમાન ઘુસ્યા


ડ્રેગને અમેરિકાને પણ ધમકી આપી દીધી: તાઈવાનની સ્વતંત્રતાની દિશામાં પ્રયાસ એક ‘ડેડ એન્ડ’

સાંજ સમાચાર

તાઈપે (તાઈવાન),તા.25
ચીનની ‘પનીશમેન્ટ’ ડ્રીલ દરમિયાન ચીનના 46 સૈન્ય વિમાન તાઈવાનની સમુદ્રી સીમામાં ઘુસ્યા હતા એટલું જ નહીં, ડ્રેગને અમેરિકાને પણ ચેતવણી આપી દીધી હતી.
તાઈવાનના રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે 46 ચીની સૈન્ય વિમાન શુક્રવારે તાઈવાન જલડમરુ મધ્યની મધ્ય રેખાને પાર કરી ગયા હતા અને આ હરકત હીપની ચારે બાજુ ‘દંડ’ અભ્યાસ દરમિયાન કરી હતી અને તાઈવાનના નવા રાષ્ટ્રપતિ લાઈ ચિંગ- તેના નિવેદનના જવાબમાં શુક્રવારે ‘દંડ’ અભ્યાસના બીજા દિવસે આયોજન કર્યું હતું.

જયારે લોકશાહી રીતે શાસીત તાઈવાનના કેટલાક નિવાસીઓએ જણાવ્યું હતું કે તે બીજીંગના દબાણ છતાં પોતાના જીવનને સામાન્ય રીતે જીવવાનું ચાલુ રાખશે. સામાન્ય નાગરિકોમાં ચીનને લઈને કોઈ ડર નથી. દાયકાઓથી ચીની ખતરા સાથે જીવવાની તેમની આદત બની ગઈ છે. એક તાઈવાની નાગરિકે જણાવ્યું હતું કે ચીનનો સૈન્ય અભ્યાસ ખરેખર તો અમારા દૈનિક જીવનને કોઈ અસર નથી કરતો. 

બીજી બાજુ ચીને અમેરિકાને પણ ચેતવણી આપી છે કે તાઈવાનની સ્વતંત્રતાની દિશામાં પ્રયાસ એક ‘ડેડ એન્ડ’ છે અને તેની માત્ર ઉંધી અસર પડશે. ઉલ્લેખનીય છે કે ચીન તાઈવાનને પોતાનું ક્ષેત્ર માને છે અને તેના પર નિયંત્રણ કરવા માટે બળપ્રયોગની ધમકી દે છે.

Print