www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચોટીલા : જુગાર રમતા ચાર ઝબ્બે


સાંજ સમાચાર

ચોટીલા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ જુગાર અને દારૂ અંગે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળતા દેવસર ગામના મનસુખભાઈ મગનભાઈના મકાનની બાજુમાં જાહેરમાં અમુક શખસો જુગાર રમી રહ્યા છે.

આથી આ સ્થળે ચોટીલા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધનરાજસિંહ વાઘેલા સહિતની ટીમે રેડ કરતા દેવસર ગામના ભુપતભાઈ મેસરીયા, ખોડાભાઈ માનસુરીયા, વિજયભાઈ વાઘેલા, મનસુખભાઈ મેસરીયાને ઝડપી રોકડા 32,300 અને મોબાઈલ ફોન નંગ 4 તેની કિંમત રૂ. 20,000 મળી કુલ 52,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Print