www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચોટીલા હાઇવે ઉપર કિન્નરોએ ચકકાજામ કર્યો !


સાંજ સમાચાર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તળેટી મંદિરના સિક્યુરિટી ગાર્ડ દ્વારા અપશબ્દો અને માર માર્યાના આક્ષેપો સાથે કિન્નરો દ્વારા ચોટીલા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેમાં ચોટીલાના કિન્નરો ટોળા સાથે ચોટીલા પોલીસ મથકે ધસી જઈ આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ રજુઆત કરી હતી.
ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે દરરોજ અને એમાંય ખાસ કરીને પૂનમ અને તહેવારો ટાણે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામે છે.

અને દર વર્ષે બંને નવરાત્રીમાં તો ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર જ ઉમટે છે. ત્યારે આ ધાર્મિક જગ્યા પર કિન્નરો ભક્તોને આશીર્વાદ આપી એમના પાસેથી મળતી રકમમાંથી પોતાનું અને પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે.

ત્યારે ચોટીલા તળેટી મંદિરના સિક્યુરિટી ગાર્ડ દ્વારા અપશબ્દો અને માર માર્યાના આક્ષેપો સાથે કિન્નરો દ્વારા ચોટીલા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આથી હાઈવે પર બંને બાજુ વાહનોની ખુબ લાંબી કતારો લાગી હતી. બાદમાં ચોટીલાના કિન્નરો ટોળા સાથે ચોટીલા પોલીસ મથકે ધસી જઈ હલ્લાબોલ કરવાની સાથે આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ ઉગ્ર રજુઆત કરી હતી

આ અંગે ચોટીલાના કિન્નર સમાજે આક્રોશ સાથે જણાવ્યું કે, અમે ધાર્મિક જગ્યા પર ભક્તો અને શ્રદ્ધાળુઓને આશિર્વાદ આપી એમની પાસેથી મળેલી રકમ દ્વારા ગુજરાન ચલાવીએ છીએ. પણ સિક્યુરિટી ગાર્ડ દ્વારા અમને માર મારી અને અપશબ્દો બોલી હેરાન કરવામાં આવે છે. આથી અમે બધા કિન્નરો ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરવા ચોટીલા પોલીસ મથકે આવીને રજુઆત કરી હતી.
(તસ્વીર / અહેવાલ : ફારૂક ચૌહાણ - વઢવાણ)

Print