www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હળવદના નવા માલણીયાદ ગામે બે પરિવારો વચ્ચે મારામારી


સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા, 17
હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા જગદીશભાઈ બળદેવભાઈ ડાભી જાતે દલવાડી (42)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કલ્પેશભાઈ નાનજીભાઈ કંઝારીયા, કલ્પેશભાઈના પત્ની છાયાબેન, અશ્વિનભાઈ નાનજીભાઈ કંઝારીયા, અરવિંદભાઈ ઈશ્વરભાઈ, અરવિંદભાઈના પત્ની અને અશ્વિનભાઈના પત્ની રહે. બધા નવા માલણીયાદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીની વાડીએ જવાના રસ્તે કલ્પેશભાઈ અને તેના પત્ની કોદાળી અને પાવડાથી ધૂળ ભેગી કરતા હતા.

ત્યારે ફરિયાદીએ કલ્પેશભાઈને રસ્તેથી ધૂળ ભેગી કરવાની ના પડી હતી જેથી કલ્પેશભાઈએ તેના હાથમાં રહેલ કોદાળી ફરિયાદીને માથાના પાછળના ભાગમાં મારતા ફરિયાદીને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને છાયાબેન તથા અશ્વિનભાઈએ પાવડાથી ફરિયાદીને મુંઢ માર માર્યો હતો અને ત્યારબાદ કલ્પેશભાઈના કહેવાથી અરવિંદભાઈ અને અરવિંદભાઈના પત્ની અને અશ્વિનભાઈના પત્નીને ત્યાં આવ્યા હતા અને તેને ટામી અને પાવડા વડે ફરિયાદીને મૂઢમાર મારીને ઇજા કરી હતી અને આરોપીઓએ ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી નવા માલણીયાદ ગામે રહેતા છાયાબેન કલ્પેશભાઈ કંઝારીયા જાતે દલવાડી (33) એ હાલમાં જગદીશભાઈ બળદેવભાઈ ડાભી અને અરવિંદભાઈ બળદેવભાઈ ડાભી રહે. બંને નવા માલણીયાદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદી પોતાની વાડીના રસ્તાની બાજુમાં પાવડાથી ધોરીયા અને પાડા બાંધતા હતા .

ત્યારે આરોપી જગદીશભાઈએ લાકડાના હાથા વાળું સોરીયું હાથમાં લઈને ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને કહેલ કે અમારા ખેતરમાંથી ધૂળ કેમ ભેગી કરો છો અને ગાળો બોલવા લાગ્યા હતા જેથી કરીને ફરિયાદીએ તેને ગાળો બોલવાની ના પાડતા આરોપીએ તેના હાથમાં રહેલ સોરીયાના હાથથી તેઓને માર માર્યો હતો અને ભાવનાબેનને પણ મુંઢ માર મારીને ઈજા કરી હતી અને આરોપી અરવિંદભાઈ હાથમાં લોખંડના પાઇપ લઈને આવ્યા હતા અને ફરિયાદી મહિલાને ગાળો આપેલ હતી અને અશ્વિનભાઈ ને પાઇપ વડે મુઢમાર મારીને ઇજા કરી હતી તેમજ ફરિયાદી અને સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

Print