www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉત્તરકાશીમાં વાદળ ફાટતા આફત: અનેક મકાનો ધરાશાયી: હાઈવેનો 30 મીટરનો ભાગ તણાઈ ગયો


અર્ધા કલાકના વરસાદી તાંડવમાં ભારે નુકશાન: વાહનો દટાઈ ગયા

સાંજ સમાચાર

દેહરાદૂન, તા.23
પૌડી અને ઉત્તરકાશીમાં મુશળધાર વરસાદને પગલે બુધવાર સાંજે આફત સર્જાઈ હતી. બંને જિલ્લામાં વાદળ ફાટવાથી અનેક એકર ખેતરોમાં પાણી ફરી વળ્યા. પાણી અને કાટમાળની ઝપેટમાં આવવાથી લગભગ બે ડઝન ભવન તેમજ ગૌશાળા ક્ષતિગ્રસ્ત થઈ ગયા.

પૌડીમાં કોટદ્વાર-બેજરો મોટર માર્ગનો લગભગ 30 મીટર ભાગ પાણીમાં વહી ગયો અને વાહન કાટમાળમાં દબાઈ ગયા. આ દરમિયાન ગ્રામીણોને સુરક્ષિત સ્થાન પર જઈને પોતાનો જીવ બચાવ્યોઓ. પ્રશાસને રાહત તેમજ બચાવ કાર્ય શરુ કરી દીધું છે.

કેબિનેટ મંત્રી સતપાલ મહારાજે પ્રશાસનને પ્રભાવિત ક્ષેત્રોમાં તાત્કાલીક રાહત પહોંચાડવા અને સંચાર સેવા શરુ કરવાના નિર્દેશ આપ્યા છે. ચારધામ યાત્રા માર્ગ પર વરસાદની કોઈ ખાસ નથી થઈ અને ચારધામ યાત્રા સુચારુ રીતે ચાલી રહી છે.

સાંજે લગભગ 5 વાગ્યે પૌડીના બીરોંખાલ સ્થિત બેજરો અને આસપાસના ક્ષેત્રમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો હતો. આ દરમિયાન કુણજોલી ગામ નજીક વાદળ ફાટ્યું. જેના કારણે ચારેબાજુ પાણી પાણી થઈ ગયું.

પાણીની સાથે ધસી આવેલા કાટમાળની ઝપેટમા અનેક મકાનો તૂટી પડ્યા જેમાં કુણજોલી ગામમાં આવેલું ભગત સિંહનું મકાન પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયું. કેટલીક દુકાનોને પણ નુકસાન થયું. સુકઈ ગામમાં 20 ઘરોમાં પાણી ઘૂસી ગયા.

કુણજોલીની નજીક જ કોટદ્વાર-બેજરો માર્ગનો લગભગ 30 મીટર ભાગ પાણીમાં વહી ગયો અને કેટલીક જગ્યાએ કાટમાળ આવવાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા. કુણજોલી, ફરસાડી, સુકઈ, જિવઈ, ગુડિયાલખેત, સતધરિયા જેવા ગામોમાં ખેતીની જમીનને વ્યાપક નુકસાન થયું છે.

ઉત્તરકાશીમાં ચિન્યાલીસોડ તાલુકાના ગઢવાલગાડ ગામમાં સાંજે સાડા પાંચ વાગ્યે જોરદાર વરસાદ પડ્યો. આ દરમિયાન ગામના બોણી નામે તોકમાં વાદળ ફાટવાથી પહાડો પરથી મોટા પ્રમાણમાં કાટમાળ અને પથ્થર ગામમાં ધસી ગયા.

જેના પગલે ગામમાં હડકંપ જોવા મળ્યો અને ગ્રામીણો સુરક્ષિત સ્થળો તરફ ભાગ્યા હતા. લગભગ 6 વાગ્યે વરસાદ બંધ થયો ત્યારે એક ગૌશાળા કાટમાળમાં દબાઈ ગઈ હતી. જેના કારણે એક ભેંસ અને એક બળદનું મોત થઈ ગયું.

પૂર્વ મંત્રી સૂરત સિંહના મકાનનો એક ભાગ અને ચતર સિંહ નેગીની દુકાન કાટમાળમાં દબાઈ ગઈ. આ ઉપરાંત કેટલાંક ઘરોમાં કાટમાળ ઘૂસી ગયો. ગામનો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયો. પેયજળ યોજના અને ખેતરોને પણ વ્યાપક નુકસાન થયું.

Print