www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કચ્છ ભુજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરીયલ વિશ્વફલક પર ઝળહળ્યું: વિનોદભાઈ ચાવડા


સાંજ સમાચાર

 (જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.17                       
વિશ્વ ફલક પર પ્રવાસન ક્ષેત્રે કચ્છ આજે ઝળહળે છે ત્યારે ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરીયલ મ્યુઝીયમને વિશ્વના સાત સૌથી સુંદર અને માહિતીસભર મ્યુઝીયમમાં ગણના તરીકે UNESCO દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યું છે તે કચ્છ માટે ગર્વની વાત છે તેમ જણાવતા કચ્છના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું કચ્છ પ્રત્યે વિશેષ લગાવ રહ્યો છે. મોદી સાહેબના નેતૃત્વમાં અને તેમની દીર્ઘદ્રષ્ટીના પરિણામે જ આજે કચ્છ પ્રવાસન ક્ષેત્રે વિશ્ર્વ ફલક પર ઝળહળી ઉઠ્યું છે.

કચ્છમાં આવેલ હડપ્પન સંસ્કૃતિની ઝાંખી કરાવતા ધોળાવીરાને ઞગઊજઈઘ એ વર્ષ-2021 માં ‘વલ્ર્ડ હેરીટેજ સાઈટ’ માં સ્થાન આપ્યું. કચ્છના ધોરડોને વર્ષ-2023 માં યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજની યાદીમાં સમાવેશ કરી 39;વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ39; નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અને ગત રોજ તા.14/06/2024 ના UNESCO એ ભુજના સ્મૃતિવનને વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમમાં સ્થાન આપ્યું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા દશ વર્ષમાં દેશ સુરક્ષિત થયો છે અને પ્રજાજનોને કલ્યાણકારી લાભ મળ્યો છે તથા તેમની દીર્ઘદ્રષ્ટિને પગલે આજે ગુજરાત વૈશ્વિક ફલક પર પહોંચી ગયું છે. અને ગુજરાત રાજ્ય પ્રવાસન ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર બન્યું અને ઉત્તરોત્તર વિકાસના પંથે સતત આગળ વધી રહ્યો છે. UNESCO ખાતે દર વર્ષે આપવામાં આવતા આ પુરસ્કાર અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે, તે ગુજરાત અને કચ્છ માટે ગર્વની વાત છે.

 

Print